Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પરિશિષ્ટ – ૫ (ભજન-૪૧ નાં સંદર્ભમાં, નાદબ્રહ્મ પદ-૪૯૭)

(સંદર્ભ : ‘કબીરપંથી શબ્દાવલી’, પૃષ્ઠ-૭૦૧, પદ-૨)

મિલિ ખેલો વિમલ વસંત પ્યારે કંતસો

ખેલી અંધેરી કોઠરી, મન બૈઠો મહલ ઈકંત  - ટેક

ગગન મહલ દીપક ધરા હો, ભવન કિયો ઉજિયાર
છૈલ છબીલો ના છીપૈ, મેરે જીવન પ્રાનાધાર  - ૧

ગંગા જમુનકે અંતર હૈ, ચંદ્ર સુરજ કે બીચ
અરધ ઉરધ કી સંધિમેં, જહાં મચી અરગજા કીચ  - ૨

બિન પગ નટવા નિરતિ હોત હૈ, બિન કર બાજે તાર
બિન નૈન જહાં દેખિયે બિન શ્રવન સુનિ ઝંકાર  - ૩

રંગ સુરંગ રંગ રંગિ રહે હો, હિલી મિલિ એકૈ ડાંહ
ધર્મનિ ભેંટે ભાવસોં હો, મિલે પુરાતમ નાહ  - ૪

----------

“કબીરપંથી” શબ્દાવલી” પૃ-૭૦૦/૪૮ પરનું પદ અને આ પદ બંને સરખાં જ છે. શબ્દોમાં થોડો ફેરફાર છે એટલું. બંનેનો ભાવ અને અર્થ સરખા જ છે. બંને પદોમાં ‘ધર્મનિ’ શબ્દપ્રયોગ સૌનું ધ્યાન ખેંચે છે. નાદબ્રહ્મના પદમાં ‘કબીરા’ શબ્દ છે. અહીં આપેલું પદ ધર્મદાસનું ગણાય છે. નાદબ્રહ્મને કારણે આપણે ત્યાં તે પદ કબીર સાહેબનું ગણાય છે. એટલે ખરેખર આ પદનો કર્તા કોણ તે સમસ્યા સ્વાભાવિક રીતે મૂંઝવણ કરનારી થઈ પડી.

ગુજરાતમાં ધર્મદાસનાં પદો પ્રચલિત જણાતાં નથી. ઉત્તર ભારતમાં તે બધાં પદો ખૂબ જ પ્રચલિત છે. વળી ધર્મદાસનું નામ ખૂબ જ અગત્યનું પણ ગણાય. કારણ કે તેમણે જ કબીરપંથની સ્થાપના કરેલી. જોકે તેમના સમયને માટે વિવાદ જરૂર છે. તેમનો સમય પંથી વિદ્વાનો કબીર સાહેબના સમય સાથે સાંકળે છે, જ્યારે હિન્દી સાહિત્યના વિદ્વાનો કબીરસાહેબ દિવંગત થયા પછી લગભગ એક સદી પાછળ તેઓ થયા હશે એમ માને છે. એ જે હોય તે પણ આ પદના કર્તા કોણ તે નક્કી કરવું મુશ્કેલ છે. ‘કબીરપંથી શબ્દાવલી’ ના સંગ્રહકર્તા સ્વામી યુગલાનંદ કબીરપંથના કટ્ટર અનુયાયી ગણાય છે. તેમણે જે પદો રજૂ કર્યાં તે કબીરસાહેબનાં નથી, પણ ધર્મદાસનાં છે. તેથી કતૃત્વની સમસ્યા ઘેરી બની ગઈ. પદમાં રજૂ થયેલા ગગન મંડળ,  ગંગાજમુના, અરધ ઉરધ, ચંદ્રસૂર આદિ પ્રતીકો કબીરવાણીમાં ખૂબ પ્રચલિત છે. તે પ્રતીકોને જે રીતે આલેખવામાં આવ્યા છે તે શૈલી પણ કબીરવાણીની અસરવાળી છે. ધર્મદાસ જેવા સંત સીધું અનુકરણ તો ન જ કરે. અહીં પદોમાં રજૂ થયેલ શૈલી અનુકરણવાળી લાગે છે એટલે આ પદોના કર્તા માટે સંદેહ ઊભો થાય છે.

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,182
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717