Bhajans

નાદબ્રહ્મ      પદ - ૭૭૦, રાગ - ધોળ
Nādbrahma pada 770, rāga - dhol

Tarsadi Bhajan Mandal (Recorded in 1982 in Mumbai)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Dhaman Bhajan Mandal (Recorded in 1971)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Mahila Mandal

Mahila Mandal - Syadla (Recorded in 2011)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

ગુરૂ ચરણે કરજોડી લાગું, સદા પ્રભુજીની ભક્તિ માંગુ;
હરિ ગુણ ગાઇ આનંદ શું જાગું, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ... ટેક
guru charane kar-jodi lāguň, sadā prabhu-ji-ni bhakti māňgu
hari gun gā-ii ānaňd shuň jāgu, to sāmbhal svāmi karu vinaňti re ... repeat

ભક્તિ મારગ ભૂધર કાંઇ નવ લેતી, દુઃખ ને સુખ શરીરે સહેતી;
સદા પ્રભુજીના વિશ્વાસે રહેતી, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ... ૧
bhakti mārag bhudhar kāň-ii nav leti, dukh ne sukh sharire saheti
sadā prabhu-ji-nā vishvāse raheti, to sāmbhal svāmi karu vinaňti re ... 1

દુર્બલ જાણી પ્રભુ દયા કીજે, ચરણ કમલની સેવા દીજે;
હરિગુણ ગાઇ મારું મન રીઝે, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ... ૨
durbal jāni prabhu dayā kije, charan kamal-ni sevā dije
hari-gun gā-ii māru man rijhe, to sāmbhal svāmi karu vinaňti re ... 2

હું અપરાધી ને કોણ મારું ગજું, સંસાર સાગર કયી પેર તજું;
રામનું નામ કયી પેર ભજું, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ... ૩
huň apa-rādhi ne kon māru gaju, saňsār sāgar kayi per taju
rām-nu nām kayi per bhaju, to sāmbhal svāmi karu vinaňti re ... 3

રામજી વિના કારજ કયી પેર સરશે, મીઠડી માયા પ્રભુ મન મારું હરશે;
લક્ષ ચોરાશીનો ફેરો પડશે, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ... ૪
rām-ji vinā kāraj kayi per sarashe, mithadi māyā prabhu man māru harashe
laksha chorāshi-no fero padashe, to sāmbhal svāmi karu vinaňti re ... 4

કાયાવાડીનો કોણ રખેવાળ, સેવક જાણી પ્રભુ સન્મુખ ભાળ;
લક્ષ ચોરાશીનો ફેરો ટાળો, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ... ૫
kāya-vādi-no kon rakhe-vāl, sevak jāni prabhu sanmukh bhāl
laksha chorāshi-no fero tālo, to sāmbhal svāmi karu vinaňti re ... 5

જુગ જીવન તમે દેવકીના જાયા, કોઇ ન જાણે પ્રભુ તમારી માયા;
નંદજીના સુત ગોકુલમાં કહેવાયાં, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ... ૬
jug-jivan tame devaki-nā jāyā, ko-ii na jāne prabhu tamāri māyā
naňda-ji-nā sut gokul-māň kahe-vāyā, to sāmbhal svāmi karu vinaňti re ... 6

ધન જીવ્યું રે ગોકુલની ગોપી, જાદવકુળની લજ્જા લોપી;
તનમન ધન હરિચરણે સોંપી, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ....    ૭
dhan jivyu re gokul-ni gopi, jādav-kul-ni lajjā lopi
tan-man dhan hari-charane sompi, to sāmbhal svāmi karu vinaňti re ... 7

ગિરિ ગોવર્ધન નખ પર તોળ્યો, જઈ મથુરામેં કંસને રોળ્યો;
માતપિતાના બંધન છોડાવ્યા, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ....    ૮
giri govardhan nakh par tolyo, ja-ii mathurā-meň kaňsa-ne rolyo
māta-pitā-nā baňdhan chhodāvyā, to sāmbhal svāmi karu vinaňti re ... 8

રામનું નામ પ્રહ્લાદજી ભણ્યા, નૃસિંહ રૂપે હિરણ્યાકંસ હણ્યા;
સઘળા ભૂપમેં છો તમે બળિયા, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ..    ૯
rāma-nu nām prahlād-ji bhanyā, nrusiňh  rupe hiranyā-kaňsa hanyā
saghalā bhup-meň chho tame baliyā, to sāmbhal svāmi karu vinaňti re ... 8

રામનું નામ પ્રહ્લાદજી ભણ્યા, નૃસિંહ રૂપે હિરણ્યાકંસ હણ્યા;
સઘળા ભૂપમેં છો તમે બળિયા, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ..    ૯
rāma-nu nām prahlād-ji bhanyā, nrusiňh  rupe hiranyā-kaňsa hanyā
saghalā bhup-meň chho tame baliyā, to sāmbhal svāmi karu vinaňti re ... 9

રામાવતારે રાવણને માર્યો, બાંધી સાહ્યર સેના પાર ઉતારી;
ભક્ત વિભીષણને રાજે બેસાર્યો, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે .    ૧૦
rāmāvtāre rāvan-ne māryo, bāňdhi sāhyar senā pār utāri
bhakta vishishan-ne rāje besāryo, to sāmbhal svāmi karu vinaňti re … 10

સુદામાને હરિએ નવનિધિ આપી, જન્મો જનમનું દારિદ્રય કાપ્યું;
ધ્રુવને રાજ્ય અવિચલ આપ્યું, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ...    ૧૧
sudāmā-ne hari-e nav-nidhi āpi, janmo janam-nu dāridray kāpyu
dhruv-ne rājya avichal aapyu, to sāmbhal svāmi karu vinaňti re … 11

રંકા વંકા ને કાલુ કેવલ કુબા, રઘુરાય અયોધ્યાના સુબા;
હનુમાન હરિચરણે સન્મુખ ઊભા, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે.    ૧૨
raňkā vaňkā ne kālu kevl kubā, raghu-rāy ayodhyā-nā subā
hanumān hari-charane sanmukh ubhā, to sāmbhal svāmi karu vinaňti re … 12

નરસિંહ મહેતાનું હરિએ પૂર્યું મોસાળું, મીરાંબાઈ કીર્તન ગાઈ રસાળું;
પાંડવનું પ્રભુએ કર્યું રખેવાળું, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ....    ૧૩
narsinh mahetā-nu hari-e puryu mosālu, mirā-bāii kirtan gā-ii rasālu
pāndav-nu prabhu-e karyu rakhe-vālu, to sāmbhal svāmi karu vinaňti re … 13

નાભા પિયાં નામદેવ તમારા, દર્શન દીધાં હરિએ ફેર દ્વારે;
ભક્તિ કરી જેવી ખાંડાની ધાર, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ...    ૧૪
nābhā piyā nām-dev tamārā, darshan didhā hari-e fer dvāre
bhakti kari jevi khaňdā-ni dhār, to sāmbhal svāmi karu vinaňti re … 14

ભક્ત કારણે દશ અવતાર ધર્યા, વામન રૂપે બલિરાજાને યાચ્યા;
લઇ ભૂમિદાન પગ પીઠ પર ધર્યા, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ... ૧૫
bhakta kārane dash avatār dharyā, vāman rupe bali-rājā-ne yāchyā;
la-ii bhumi-dān pag pith par dharyā, to sāmbhal svāmi karu vinaňti re ... 15

અરજ અમારી સુણજો સ્વામી, હું પામર પ્રભુ તમને પામી;
દાસ વલ્લભ કહે શિશ નામી, તો સાંભળ સ્વામી કરું વિનંતિ રે ... ૧૬
araj amāri sunajo svāmi, huň pāmar prabhu tam-ne pāmi
dās val-labh kahe shish nāmi, to sāmbhal svāmi karu vinaňti re ... 16

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal - February 20, 2011