Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અકાસ = આકાશ
અખય = અવિનાશી
અક્ષય = અવિનાશી
અગર = અગરબત્તી
અગમન = પહેલેથી અથવા અગાઉથી
અઢાઈ = અઢી ગણા
અઠારહભાર = સંપૂર્ણના અર્થમાં
અદગ = નિર્દોષ
અનહદ = અનાહત નાદ
અનચિન્હ = અણજાણ
અબરન = વર્ણ વગરના
અમાવસ = અમાસ
અરધ = અરધું અર્થવા નીચેનું
અરથાઈ = અર્થ કરીને
અરુઝાઈ = મૂંઝવણ
અવર = બીજા
અસારે = અષાઢ માસમાં
અસૌચ = અપવિત્ર
અહાર = ખોરાક
અહેરા = શિકાર
આદિ = મૂળ
આન = દૂસરા
આપા = અહંકાર
ઓઢન = ઓઢવાનું
ઔગહ = અગ્રાહ્ય - મનવાણીથી પર એવું
ઔઘટ = મુશ્કેલ ઓવારો
ઔલિયા = સાધુ ફકીર
ઈ = આ લોક
ઈથિર = આ લોકમાં સ્થિર

ઉજિયારી = પ્રકાશિત
ઉર્ધ્વ = ઊંચે
ઉજરે = ઉજ્જડ
ઉચિષ્ઠા = એંઠું
ઉત્તિમ = ઉત્તમ
ઉલટાન = ઠપકો અથવા ઉપાલંભ

ઊ = પરલોક
ઊથિર = પરલોકમાં સ્થિર
ઊન = રૂ

કજરા = કાજલ
કનક = સુવર્ણ
કમઉ = કમાણી અથવા કમાયેલું ધન
કરની = કરણી અર્થવા કર્મ
કરપલ્લવ = હાથની આંગળીઓ
કહરા = એક જાતિ (નીચ ગણાતી જાતિ)
કહગિલ = ગારા વિના અર્થવા ચણવાના કોલ વિના
કરિગહ = ચરખો
કરોરિ = કરોડ
કપાટ = દરવાજો
કષા = ચાબૂક
કવન = કોણ
કુચાલી = ખરાબ ચાલ ચલગત વાળી
કુમ્હરા = કુંભાર
કુમ્હરૈયા = ઘડાની બનાવટ
કુસુમરંગ = પીળો રંગ
કુસલ = કુશળ
કિત = ક્યાં
ક્રીતમ = કૃત્રિમ
કીરતમ = કૃત્રિમ
કારો = કાળો - મલિન
કાનિ = કાણું અથલા અસમતોલ
કાલબૂત = નકલી
કીલા = કડી
કોરિયા = કોળી અથવા  વણકરની એક જાતિ
કોદ ઈત = દળવાની સામાન્ય ઘંટી
કોડ = નૃત્ય - નાચ
કોટ = કિલ્લો
કોલાહલ = આવાજ
કેવ = કોઈ
કંવલ = કમલ

ખર = ગધેડો
ખરાખોટ = લાભહાની
ખરા = સત્ય
ખરખર = ગરમાગરમ
ખસમ = પતિ - માલિક
ખાખર = ખખડી ગયેલું
ખીન = ક્ષીણ
ખીજિ = ખીજવીને
ખિજુઆ = ખીજવનારા
ખેદી = ભગાડીને
ખેત = ક્ષેત્ર - ખેતર - સ્થાન
ખુટકાર = શંકાશીલ મન અથવા લગન
ખોરિ = બુરાઈ - શોધી
ખોવહુ = ગુમાવવું

ગગન = આકાશ - હૃદય
ગઢ = કિલ્લો
ગઢૈયા = જીવ
ગમાઈ = ગુમાવીને
ગરબ =  ગર્વ
ગન = ગણ - દેવગણ
ગ્રિહ = ગૃહ
ગ્રહન = ગ્રહણ
ગાઢિ = જોરથી
ગાત = શરીર
ગારુડ = સાપનું ઝેર ઉતારનાર મંત્ર
ગોતા = ગોત્ર
ગોબર = છાણ
ગોપાલ = શ્રીકૃષ્ણ
ગોની = કંતાનની ગુણ
ગોહરાયા = પુકાર થયો અથવા સમજાયા

ઘટ = શરીર
ઘના = વધારે - ખૂબ
ઘાટ = ઓવારો
ઘામ = બફારો

ચરા = ચંચળ
ચમરા = ચામડાનું
ચાક = ચક્ર
ચાવ = ઈચ્છા
ચિકનિયા = ભાવિક
ચિતેરા = ચિત્રકાર
ચિલકાઈ = જવાની અથવા મસ્ત યુવાની
ચેરી = દાસી
ચેતુ = ચેતી જાઓ
ચુકાવ = ચુકવણી કરવી
ચોવા = એક પ્રકારનું સુગંધિત દ્રવ્ય

છકિ = તૃપ્તિ
છત્રપતિ = સમ્રાટ
છતરિયા = છત્રી અથવા છત્ર
છાડુ = છોડી ડો
છાલ = ધૂળ - રાખ
છાંહ = છાયા
છિપિયા = છાપકામ કરનાર
છિછિલિ = પ્રસરી
છીન = ક્ષીણ
છેમ = ક્ષેમ કુશળ
છેક્લ = રોકવું અથવા રોકાણ
છેવ = ઘાવ - ચોટ

જતિ = સાધુ અથવા યતિ
જર = જડ
જંબુકન = શિયાળનું ટોળું
જંહડાઈ = છેતરવું અથવા ગુમાવવું
જતઈત =  ઘઉં દળવાની ઘંટી
જાદવરાય = શ્રી કૃષ્ણ
જુગુતિ = યુક્તિ અથવા યોગ
જોઈનિ = યોની
જોતિ = જ્યોતિ
જોબન = યુવાની
જોલાહિનિ = જોલાહણ અથવા વણકરની સ્ત્રી
જારિ = બાળીને
જારો = જલાવી દો
જોહારા = પ્રણામ
જૌંઆવે = જેમ જેમ આવે

ઝાંઈ = પ્રતિબિંબ

ટોવહુ = શોધવું અથવા ટોવવું - સાચવવું

ઠગ = ચોર
ઠૌર = સ્થાન - ઠેકાણુ - સ્થિરતા

ડાઢા =  બળી ઊઠવું
ડાર = ડાળી અથવા શાખા
ડેહરિ = દેહ
ડોરિ = દોરડું
ડોલાવત = ડોલાવતું
ડંડવા = કમર

ઢીંગ = પાસ

તત્ત અથવા તત્ત્વ = યથાર્થતા - સાર - ચૈતન્ય
તવાઈ = આપદા
તરાસા = ત્રાસ - દુઃખ
તાન = તાણો
તાતા = ગરમ
તારી = સમાધિ
તિય = સ્ત્રી
ત્રિયો = તરી જવું અથવા ત્રણ ગુણ
ત્રિભુવન = ત્રણ ભુવન અથવા ત્રણ ગુણ
ત્રિવિક્રમ = ત્રણ ડગલાં ભરનાર
તિકુલા = તાકવાને યોગ્ય
તુકિની = કાનમાં કહેવું
તુતુરે = તોતડો - અસ્પષ્ટ બોલનાર
તીરા = કિનારો
તુરુકી = તુર્કસ્તાનની
તોહારી = તમારી

થંભાઈ = થંભાવી દેવું - સ્થિર થવું
થોર થોર = ધીમે ધીમે

દધિ = સમુદ્ર
દરબ = દ્રવ્ય
દરર = દળવું
દાદા = પિતામહ
દૂરિ = દૂરતા - આઘાપણું
દિગંબર = નગ્ન
દૂઈજા = બીજ - દ્વિતિયા
દુલહિન = પત્ની
દુલહા = પતિ

ધરન = પકડવામાં
ધક્કા = ઓવારો
ધરિન = ધરી દીધું - આપી દીધું
ધમાર = એક પ્રકારનો સંગીતનો તાલ

નનદી = નણંદ
નયન = આંખ
નવનારી = નવ પ્રકારની નાડી
નલ = મનુષ્ય
નાંઊ = નામ
નાતા = સંબંધ
નાહ = પતિ
નેકુ = થોડા
નેહુ = પ્રેમ
નેહરા = મોહ
નિગ્રહ = નિવારણ અથવા ત્યાગ
નિઠુર = કઠોર
નિમિષ = ક્ષણ
નિરખત = જોતાં જોતાં
નિરુબાર = નિવારણ
વિરબહઈ = નિર્વાહ કરવો
નિરાલપ = ક્ષણજીવી
નિસુબાસર = રાત દિવસ
નિયરે = પાસે
નિહકરમી = નિષ્કામી
નિહુરિ = નાતને
નીસાફ = ઈન્સાફ = ન્યાય
નિંદલે = બેભાન કરવું
નિસુદિન = રાત દિવસ
નૌવા = નાવિક

પત = લાજ
પલથી = પલાંઠી
પરવાજા અથવા પરયાજા = બાપદાદાઓ - પ્રપિતામહ
પરગાસા = પ્રકાશનો
પદુમિનિ = પહ્મિનિ
પરિહરિ = છોડીને
પરિમલ = સુગંધ
પરીચાઈ = પરિચય કરવો
પસિજહુ = પરસેવાથી પીડિત
પસારા = ફેલાવો - પ્રચાર
પીર = ગુરુ
પિછૌરા = ચાદર
પનિયા = પાણી
પાટ = કપડાથી
પાખંડ = ઢોંગ
પારખ = પરીક્ષા
પાવક = અગ્નિ
પાસા = ફાંસી
પારો = પાર કરવું અથવા સમર્થ બનવું
પાંતિ = પિતૃઓને કરાવાતું પિંડદાન
પ્રતિગ્રહ = દાનને
પંચાસન = યજ્ઞમાં અપાતું શ્રેષ્ઠ આસન
પિયરા = પીળા
પેલના = હલેસા
પૂરા = પૂર્ણ
પૈહો = પામશો
પયાના = પ્રયાણ
પૂરી = પરીપૂર્ણ
પૂત = પુત્ર

ફિટકી = ફટકડી અથવા સૂપડાથી ઝાટકીને બહાર કાઢેલો કચરો
ફગુઆ = ફાગ

બકુલા = બગલો
બરબર = બબડાટ
બરન = વર્ણ
બનજારા = વેપારી
બડાઈ = મોટાઈ
બતાસ = પ્રાણ
બયસ = યુવાની અથવા ઉંમર
બસેરા = નિવાસ
બિરાને દેશ = અજાણ્યો પ્રદેશ
બિલૈયા = બિલ્લી
બિરહુલી = વિરહી જીવ
બિસુવા = વેશ્યા
બિહાન = સવાર
બિદારા = ફાડીને ખાવું
બિનસૈ = વિનાશ થયો
બિરધ = વૃદ્ધ
બહોરિ = વારંવાર
બહની = બોજો વહન કરનાર
બરિયાઈ = બળપૂર્વક
બિસૂરી = તાલ વગરનું - અજ્ઞાની
બિગસિત = વિકતિસ
બિન્દ = વીર્ય
બેકાજા = વ્યર્થ
બેગિ = વેગથી - જલદી
બેરહિ = વારંવાર
બેરા = નૌકા
બઝિ = વશ થવું
બેદુવા = વેદનો પાઠ કરનારા
બૈતલ = પાગલ
બૈતાલ = ભયંકર
બાબુલ = બાબુ અથવા હે ભાઈ
બાઢુ = વાળી ઝૂડી સાફ કરવું
બાન = વાણો
બાળા = પિતા
બારો = બાલક
બૌરે = પાગલ
બોય = દુર્ગંધ
બૂઝે = જાણે
બંદ = બંધન

ભભરિ = ભયભીત
ભભરે = ભ્રમિત
ભરીસી = ભરેલા જેવી
ભરિષ્ટ = ભ્રષ્ટ
ભરમ = ભ્રમ
ભર્તા = પતિ
ભાજિયે = ભાગી જવું
ભાંડે = સાધન - સામાન
ભેદ = રહસ્ય
ભિતર = અંદર
ભુક્તિ = ભોગ - ભોજન
ભુંઈ = ભૂમિ
ભુંભુરી = પીડા
ભૌંસિન =ભૈંસ

મચ્છ = માછલી
મમા = માયા
મત = સિદ્ધાંત
મતવલિયા = મંતવ્ય
મતવાલી = ઉન્મત્ત
મદવી = દારૂડિયો
મધીમ = મધ્યમ
મતિ = બુદ્ધિ
મહલ = મહેલ
મરમ = રહસ્ય
મનીજે = મનાવે
મહરા = મુખી
મેસ્તર = મિસ્ટરનું અપ્રભ્રંશરૂપ અથવા મોટા - મહાન
મેહરરુવા = સ્ત્રી
મેટૈ = મિટાવી દેવું
મીરા = ધાર્મિક નેતા
મીત = મિત્ર
માનિક = માણેક - રત્ન
માનૂ = માનનીય
મુવલે = મરી જવાથી
મુયેતન = મરી ગયેલ શરીર
મુસાફ = કુરાન
માટિયા = માટી
મૈલી = મલિન
મુદ્રા = સફેદ પથ્થરનું ઘરેણું
મંદિલ = મંદિર
મંજૂસા = પેટી - ગુફા

યુક્તિ = ઉપાય

રતનાઈ = આસક્ત થવું
રમુરાઈ = રામરાજા
રસના = જીભ
રહસ = આનંદ
રવિસુત = યમરાજ
રેણા = ઝઘડા
રામકા ગધા = રામની ઉલટી વ્યાખ્યા કરનાર
રારિ = ઝગડા
રાચ્છસ = રાક્ષસ
રાઉર = અંતઃપુર
રાવ = રાજા
રિષિ = ઋષિ
રોઝ = જંગલી ગાય
રોહૂ = એક પ્રકારની માછલી

લચપચ = શિથિલ - ઢીલું
લક્ષ = લાખ
લટાપટિ = પડતા આથડતા અથવા લપેટાવું
લલચિન = લલચાતી
લલની = સ્ત્રી અથવા વાંસની પોલી નળી
લગામી = સંયમી
લોય = લોક
લોઢે = તોડવું અથવા મથવું
લૌલાઈ = તન્મયતા

વિરલ = ભાગ્યે જ અથવા થોડા
વિરંથી = બ્રહ્મા
વિયાહન = વિવાહ કરવા
વિષમ = કઠીન
વિપ્રમતીસી =  બ્રાહ્મણોની બુદ્ધિ જેવી
વિહંગમ = પક્ષી

શશી = ચંદ્રમા

સસિ = ચંદ્રમા
સભ = સર્વ
સમર = સફળ અથવા ભાથું - માર્ગ ખર્ચી
સત્ત = સત્ય
સમોઈ = શમન - નાશ
સમાવૈ = પ્રવેશ પામવું
સનેહુ = સ્નેહ
સભન્હિ = સૌ કોઈ
સલિલ = પાણી
સરન = શરણ
સરવર = સરોવર
સુરગ = સ્વર્ગ
સરગ = સ્વર્ગ
સર = બાણ - પાણી
સરા = ચિતા
સયાનપ = ચતુરાઈ - શ્રેષ્ઠતા - બુદ્ધિમાની
સયાના =  જ્ઞાની - ચાલક
સુનગુન = નહીં સંભળાતો અવાજ
સુવા = પોપટ
સુમ્રિતિ = સ્મૃતિ
સુજાન = સમજદાર
સુક્રિત = સત્કર્મ
સુમેરુ = પર્વત
સુર = દેવતા
સંપુટ = બિડાયેલ - બંધ
સંદેહૂ = શંકાશીલ - શંકાનો
સંભારે = સાચવવું
સ્યાહ = કાલા
સાવત = સંકટ - દૂત
સાકટ = નગુરો - ગુણવિનાનો અથવા શાકત સંપ્રદાયનો
સાંતિ = ગૃહશાંતિ
સિયરા = શીતળ
સીકસી = ખારપાટ જમીનમાં ઊગતા બરૂ જેવા છોડ
સિંગી = શૃંગી ઋષિ
સિંઘલ = સિંહલ બેટ જેને લંકા કહેવામાં આવે છે
સંગાતી = સાથી
સાંટ = સોટી
સેઈ = સેવન કરવાથી
સેમર = શીમળાનું ફૂલ અથવા ફળ
સૂરા = સૂર્ય
સોહરિ = દોરડું

હમરેસે = અહંકારથી
હરિ = હરણ કરનાર - વિષ્ણુ
હટવાઈ = દુકાનદારી અથવા દલાલી
હરિયર = લીલાછમ
હસ્તિની = હાથણી
હાય હાય = દુઃખ
હેરહુ = શોધવું
હીંડતે = ચાલીને - ચાલતાં ચાલતાં અથવા શોધીને
હિંડોલા = ઝુલા અથવા હીંચકા
હંસા = જીવ
હંસ = વિવેકી