Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પંડિત બાદ બદૈ સો જુઠા
રામ કહે જો જગત ગતિ પાવૈ, તો ખાંડ કહે મુખ મીઠા - ૧

પાવક કહે પાંવ જો ડાહૈ, જલ કહે ત્રિષા બુઝાઈ
ભોજન કહે ભૂખ જો ભાગૈ, તો દુનિયા તરી જાઈ -- ૨

નલ કે સંગ સુવા હરિ બોલૈ, "હરિ પ્રતાપ ન જાનૈ
જો કબહું ઉડિ જાય જંગલમંહ, તો હરિ સુરતિ ન આનૈ - ૩

બિનુ દેખે બિનુ અરસ પરસ બિનુ, નામ લિયે કા હોઈ
ધનકે કહે ધનિક જો હોઈ, નિરધન રહે ન કોઇ - ૪

સાંચી પ્રીતિ વિષય માયાસે, હરિ ભગતકી હાંસી
કહંહિ કબીર એક રામ ભજે બિનુ, બાંધે જમપુર જાંસી - ૫

સમજુતી

પંડિત લોકો જે વિવાદ ઊભો કરે છે તે ખોટો છે કારણ કે જો માત્ર રામ રામ કહેવાથી જગતમાં ઉત્તમ ગતિ પ્રાપ્ત  થઈ શક્તિ હોય તો ખાંડ ખાંડ કહેવાથી મોઢું ગળ્યું થવું જોઇએ - ૧

અગ્નિ અગ્નિ કહેવાથી પગ સળગી જવા જોઈએ, પાણી પાણી કહેવાથી તરસ મટી જવી જોઈએ, ભોજન ભોજન કહેવાથી ભૂખ શાંત થવી જોઈએ અને એવું થતું જ હોય તો આખી દુનિયા સંસાર સાગર સહેલાઈથી તરી શકે ! - ૨

માણસની સાથે પીંજરામાં પુરાયેલો પોપટ હરિ હરિ બોલ્યા કરે પણ તે હરિનો મહિમા તો જાણતો જ નથી હોતો !  ભૂલે ચૂકે જો જંગલમાં ઉડીને ભાગી જાય તો હરિને તો તે ભૂલી જ જાય ! - ૩

હરિનાં દર્શન કર્યા વિના, હરિનો અનુભવ કર્યા વિના માત્ર નામ લેવાથી શું વળે ?  માત્ર ધન ધન કહેવાથી ધન મળી જતું હોય તો જગતમાં કોઇ નિર્ધન રહે જ નહિ ! - ૪

ખરેખર તો સંસારી લોકોની પ્રીતિ વિષય ને માયા સાથે હોય છે તેથી માત્ર હરિ હરિ કહીને તેઓ હરિની અને તેના ભક્તોની મશ્કરી જ કરે છે !  માટે કબીર કહે છે કે  રામ તત્વને જ્ઞાનપૂર્વક સમજીને તેની ભક્તિ કરવી જોઈએ, નહીં તો તેઓ બંધનમાં જ રહે છે અને યમપુર જ જાય છે ! - ૫

ટિપ્પણી

"કહંહિ કબીર ... બાંધે જમપુર જાંસી" - અજામિલે આખું જીવન વિષયોના આનંદમાં ગુજાર્યું અને છેલ્લે મરતી વખતે પોતાના પુત્રને નારાયણ કહીને બોલાવ્યો તેથી માત્ર નારાયણ શબ્દનાં ઉચ્ચારથી જ તેનો ઉદ્ધાર થઈ ગાયો એવી પંડિત લોકોની પ્રચારાત્મક વાતોની નિરર્થકતા અહીં દર્શાવી છે. અંત વેળાએ એક જ વાર રામ બોલવાથી ઉદ્ધાર થઈ જતો હોવાથી વિષયોના વમળોમાં નિત્ય ડૂબી રહેવાનો ને મન ફાવે તેમ વર્તવાનો પરવાનો લોકોને મળી જાય છે !  લોકોને તો એવી વાતો ગમે જ છે ને જલદી ગળે ઉતરી પણ જાય છે. કોઇ મહેનત કરવા રાજી થતું નથી. બે પૈસામાં ભગવાન મળતા હોય તો લાખ કોણ ખર્ચે ? આવો ભ્રમ લોકોમાં દ્રુઢ થઈ ગયો હતો તેથી કબીર સાહેબે અહીં બહુ સરળ ને સરસ રીતે તેનું નિરસન કરી વિષયોને દૂર કર્યા વિના ભક્તિ થઈ શક્તિ નથી તેવું સુંદર માર્ગદર્શન પ્રદાન કર્યું છે.

English translation and commentary by Dr. Jagessar Das, M. D.
Dr. Jagessar Das, M.D. has published several books on the mystical teachings of Guru Kabir.  We highly appreciate his granting us permission to use the material from two of them: The Bijak of Guru Kabir, Volume - 1, Ramainis, and The Bijak of Guru Kabir, Volume - 2, Shabdas.

Meaning:
O Pandit! All your rhetoric is false;
If by saying Ram the world gets liberation, then repeating "sugar, sugar" will make the mouth sweet;
If by saying fire your feet get burned, then by saying water your thirst should be quenched;
If by saying food your hunger is satisfied, then the whole world will become free of hunger;
If parrot in the company of man may chant the name of God, but it does not understand the glory of God;
If per chance it flies into the jungle, then it will not have any recollection of God. Without realizing God, what can one obtain by empty repetition of His name?
If repetition of wealth will make one wealthy, then no one will remain poor;
Such people have profound love for passions and Maya, and they hang true devotees of God;
Kabir says that without realization of  God, people go bound to the abode of death.

Commentary:
It is fashionable among  religious people to say that the repetition (sumiran) of the name of God gives salvation. Many people actually make this their life’s goal in order to obtain liberation. But the truth lies in the fact that people must realize God in order to obtain true liberation. Guru Kabir gives many examples to show that the mere repetition of a name does not give the realization of what is named. By repeating the word sugar no one tastes sugar, or by repetition of fire no one gets his foot burned, and by saying water no one gets his thirst quenched. Similarly, repeating the word food does not remove hunger. If they really did, then the mere repetition of the name of God will also give salvation.

Guru Kabir gives the example of the parrot that can be taught to repeat the name God, but it has no conception of what it is saying. It has no idea of what God is. If that same parrot flies into the jungle, it will soon forget to say God. It will be like every other parrot without any knowledge of God. Just so, there are people who repeat the name of God without knowing God. Such repetition does not give people liberation.

Guru Kabir asks the question that if you do not realize God, or see Him with your spiritual eyes, then what will you gain by mere repetition of His name. He goes on to say that if the repetition of the word wealth will make people wealthy, then there will be no one poor in the world. He observes that people who partake in this type of practice, really have passions, are still full of cravings, and are deluded by Maya. They do not understand the true devotees of God, and will often persecute and even kill them. He further states that if one does not realize God within his own heart, then he will go bound to the abode of death. This means that he will not obtain liberation, and will be subject to the cycle of birth and death (samsara) according to his karmas.

In very simple and logical language, Guru Kabir explains the importance of an intuitive realization of God before salvation can be obtained. The mere repetition of His name without concomitant development of spiritual awakening and the destruction of ignorance, one cannot obtain salvation.