કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ઐસે હરિસા જગત લરતુ હૈ, પંડુર કતહું ગરુડ ધરતુ હૈ
મૂંસ બિલાઈ કૈસનિ હેતૂ, જંબૂક કરૈ કેહરિસો ખેતૂ  - ૧
અચરજ ઈક દેખહુ સંસારા, સુનહા ખેદે કુંજર અવસારા
કહંહિ કબીર સુનહુ સંત ભાઈ, ઈહૈ સંધિ કાહુ બિરલે પાઈ  - ૨
સમજૂતી
હરિ સમાન આત્મજ્ઞાની મહાપુરુષ સાથે સંસારના અજ્ઞાની લોકો ઝઘડો કરતા રહે છે પણ ઝેર વિનાનો પાણી સાપ કદી ગરુડને પકડી શકે ખરો ? ઉંદર બિલાડીને પ્રેમ કરી શકે ખરો ? શિયાળ સિંહ સાથે સંગ્રામ કરી શકે ખરો ? - ૧
સંસારમાં એક ભારી આશ્ચર્ય તો જુઓ કે હાથી પર સવારી કરનારને કૂતરો ભસી ભસીને ભગાડી રહ્યો છે ! કબીર કહે છે કે હે સંતો સાંભળો, કોઈ વિરલ પુરુષ જ આના રહસ્યને જાણી શકે છે. - ૨
 
																										
				
Add comment