Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

હો દારિકે લે દેઉં તોહિ ગારી, તૈં સમુજિ સુપંથ બિચારી - ૧
ઘરહુ કે નાહ જો અપના, તિનહું સે ભેટ ન સપના - ૨
બ્રાહ્મન છત્રી બાની, તિનહું કહલ નહિ માની - ૩
જોગી જંગમ જેતે, આપુ ગાહ હૈં તેતે - ૪
કહંહિ કબીર એક જોગી, તે ભરમિ ભરમિ ભૌ ભોગી - ૫

સમજૂતી

હે માયાના ગુલામ જીવ, હું તને ગાળો આપું છું !  તું જરા સમજીને સારા પંથે જવાનો વિચાર તો કર !  - ૧

તારા હૃદયરૂપી ઘરમાં આત્મારૂપી સ્વામી રહેલો છે તેને મળવાનો તેં સ્વપ્નમાં પણ કદી વિચાર કર્યો નથી !  - ૨

બ્રાહ્મણ, ક્ષત્રીય ને વૈશ્ય લોકોએ પણ મારી વાણી માની નથી !  - ૩

જોગી, જંગમ વિગેરે સાધુ લોકો પણ પોતાના અહંકારમાં મારી વાત ગ્રહણ કરતા નથી. - ૪

કબીર કહે છે કે પોતાને યોગી માનતા લોકો વિષયોના એટલા બધા ભોગી બાની ગયા છે કે તેઓ જન્મોજન્મથી ભટક્યા જ કરે છે !  - ૫

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,794
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,465
pdf-2અનંત સૂર | Anant Soor 9,039
pdf-3Amar Varso | અમર વારસો 7,354
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,703