Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કૈસે તરો  નાથ કૈસે તરો, અબ બહુ કુટિલ ભરો - ૧

કૈસે તેરી સેવા પૂજા કૈસો તેરો ધ્યાન, ઉપર ઉજર દેખો બગ અનુમાન - ૨

ભાવતો ભુજંગ દેખો અતિ બિભિચારી, સુરતિ સચાન તેરી મનિ તો મંજારી - ૩

અતિ રે વિરોધી દેખો અતિ રે દિવાના, છવ દરસન દેખો ભેખ લપટાના - ૪

કહંહિ કબીર સુનો નર બંદા, ડાઈનિ સકલ જગ ખંદા - ૫

સમજૂતી

હે નાથ, તમે કેવી રીતે સંસાર સાગર તરી શકશો ?  તમારું હૃદય તો ઘણી બધી કુટિલતાથી ભર્યું છે !  - ૧

કેવી તમારી આ સેવા ને પૂજા ને કેવું તમારું આ ધ્યાન !  ઉપરથી ઉજળા દેખાવ છો પણ અંદરથી તો બગલા જેવા કપટી લાગો છો !  - ૨

તમારા મનનો ભાવ સાપના જેવો ઝેરીલો ને અતિશય વ્યભિચારી છે. તમારી વૃતિ ગીધ જેવી ને બુધ્ધિ બિલાડી જેવી છે !  - ૩

છ દર્શનો પર આધારિત જુદા જુદા પંથો એકબીજાના સખત વિરોધી છે અને પોતપોતાના મતમાં દિવાના છે !  તેઓ બાહ્યવેશના અભિમાનમાં જ લપટાયા છે !  - ૪

તેથી કબીર કહે છે હે મનુષ્યો !  હે ભક્તો !  સાંભળો, માયા ને માયાના સહાયક દંભે સર્વ સંસારને ખાધો છે !  - ૫

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717