કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ગૃહ તજિ ઉદાસી ભયે, બન ખંડ તપકો જાય
ચોલી થાકી મારિયા, બેરઇ ચુનિ ચુનિ ખાય
(જો જ્ઞાનની ભૂખ ન હોય તો) ઘર છોડી વૈરાગી બની જવાથી પણ શો ફાયદો ? જંગલમાં જઈ તપશ્ચર્યા કરવાથી પણ શો ફાયદો ? એ રીતની તપશ્ચર્યાથી તો એક દિવસ શરીર પણ મરી જાય છે. એવી મહેનત કરવાથી જંગલી બોર વીણી વીણીને ખાવાનું ફળ મળે છે એટલું જ.
Add comment