કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જા કારન જગ ઢૂંઢિયા, સો તો ઘટ હી માંહિ,
પરદા દિયા ભરમ કા, તાતેં સૂઝે નાહિ.
આખું જગત જે મન પરમાત્માને શોધી વળ્યું તે પરમાત્મા તો પોતાના શરીરમાં જ જણાયા. પરંતુ મન ને પરમાત્માની વચ્ચે ભ્રમને પડદો હતો તેથી અત્યાર સુધી દેખાતા નહોતા.
નોંધ : ચિંતન, મનન ને નિદિધ્યાસનની મહેનત દ્વારા એક દિવસ આ ભ્રમનો પડદો હટી જાય છે ત્યારે જ શરીરમાં રહેલ આત્મામાં મન લીન બની જાય છે ને પરમાત્માની એ રીતે ઝાંખી થાય છે. બહાર શોધવાથી વૃથા મહેનત પછી મન કરતું નથી. શરીરમાં ધ્યાનસ્થ થઈ જઈ તે મન વારંવાર દર્શન કરી લે છે.
 
																										
				
Add comment