કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પારસ રૂપ જીવ હૈ, લોહ રૂપ સંસાર
પારસ તે પરસી ભયા, પરસી ભયા ટકસાર
આ શરીરમાં રહેલો આત્મા તો પારસમણિ સમાન છે. તેનો પરિચય થઈ જાય તો આ લોહ સ્વરૂપ સંસાર પણ સુવર્ણ સમાન લાગવા માંડે છે.
નોંધ : ટકસાર એટલે સુવર્ણ સમાન. સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો આ શરીર પણ કિંમતી લાગે ને આ સંસાર પણ પરમાત્માની જ કૃતિ લાગે. આ જન્મનો મહિમા પણ સમજાય. તેથી જે આત્મસ્વરૂપ છે તેનો પરિચય કરવા જ સહુ પ્રથમ મહેનત કરવાની જરૂર છે.
 
																										
				
Add comment