કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જસ કથની તસ કરનિયૌ, જસચુંબક તસ નામ
કહ કબીર ચુંબક બિના, ક્યોં છૂટે સંગ્રામ
જેવી કહેણી તેવી કરણી હોવી જોઇએ. જેવા નામ તેવાં ગુણો હોવાં જોઇએ. ચુંબક એના નામ પ્રમાણે પ્રત્યેક લોહને ખેંચી લે છે. તે જ પ્રમાણે પ્રભુનામના ચુંબક વિના આ સંસાર રૂપી સંગ્રામમાંથી જીવને કોઈ બચાવી શકતું નથી.
Add comment