કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અતિકા ભલા ન બોલના, અતિકી ભલી ન ચૂપ
અતિકા ભલા ન બરસના, અતિકી ભલી ન ધૂપ
વધારે બોલવું સારું નહીં તેમ વધારે મૌન રહેવું પણ સારું નહીં. અતિશય પાણી વરસે તે સારું નહિ અને અતિશય તાપ પડે તે પણ સારું નહીં.
નોંધ : અતિશયતાને ત્યજી દેવું જોઈએ. એટલું જ નહીં પણ યોગ્ય સમયે બોલવું પણ જોઈએ તેની યાદ કબીર સાહેબે કરાવી છે. યોગ્ય ક્ષણ વીતી જાય પછી બોલવાનો પણ કશો અર્થ નથી. વર્તન માટે આ સાખી આપણને ઘણી ઉપયોગી થઈ પડે એવી છે.
Add comment