કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીર કરની આપની, કબહુ ન નિષ્ફળ જાય
સાત સમુંદ આડા પરૈ, તો ભી મિલસી આય
કબીર સાહેબ કહે છે હે જીવ, તારું કર્મ કદી નિષ્ફળ જતું નથી. કે જેવું કર્મ તેવું ફળ તો અવશ્ય પ્રાપ્ત થાય જ છે. સાતે સમુદ્ર વચ્ચે આવીને આડા ઊભા રહે તો પણ કર્મની ગતિને કોઈ રોકી શકતું નથી. ગમે તે સ્વરૂપે તે તો આવીને ઊભું જ રહે છે.