કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મૂંડ મુંડાયે હરિ મિલૈ, સબ કોઈ લેહિ મુંડાઈ
બાર બાર કે મૂંડને, ભેડ ન વૈકુંઠ જાય.
માથું મુંડાવ્યાથી પ્રભુ મળતા હોય તો બધા જ માથું મૂંડાવી લે. ઘેટું તો વારંવાર મૂંડન કરાવે છે છતાં વૈકુંઠ પામતું નથી !
નોંધ : કબીર સાહેબ ભીતરના પરિવર્તનની વાત કરે છે. બાહ્ય પરિવર્તન મિથ્યા છે. અંદરથી મન જ પવિત્ર બને તો સર્વ કાંઈ પ્રાપ્ત કરી શકાય મન મેલું હોય ને બહારથી ગમે તેટલો ફેરફાર કરવામાં આવે તો તેથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. માત્ર બાહ્યાચાર કે બ્રાહ્યઆડંબર કરનારા સંતો સાચા સાધુ નથી. પરમાત્માના અનુભવથી તેઓ ઘણા દૂર છે. તેમની પાસેથી કાંઈ જ પ્રાપ્ત થતું નથી. બલકે જે કિંમતી સમય છે તે વ્યર્થ વીતી જાય છે.
Add comment