Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બાજીગર કા બંદરા, ઐસા જિઉ મન સાથ
નાના નાચ નચાય કૈ, રાચૈ અપને હાથ

બાજીગરના વાંદરાની માફક આ મન જીવને જુદાજુદા નાચ નચાવે છે. છતાં પણ જીવ પાછો મનના હાથમાં જ રાજી રહે છે.