Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બાટ બિચારી ક્યા કરે, પથી ન ચલૈ સુધાર,
રાહ આપની છાંડિકૈ, ચલૈ ઉજાર ઉજાર ?

રસ્તે જતો મુસાફર જ પોતે સમજપૂર્વક સુધરીને સરખો ચાલે નહીં અને પોતાનો રસ્તો છોડીને આડો અવળો ચાલ્યા કરે તેમાં વાટ (રસ્તો) બિચારી શું કરે ?

નોંધ : જગતમાં ઘણા માનવોને એવી ટેવ પડી ગઈ છે કે દોષનો ટોપલો બીજાને જ ઓઢાડી દેવો. પોતે ભૂલો કરી છે એવો તો તેમને વિચાર આવતો જ નથી. એવા મનુષ્યોને ધ્યાનમાં રાખીને કબીર સાહેબે આ સાખીમાં ઉપદેશ આપ્યો છે. હરિનો માર્ગ જ એટલો બધો વિકટ છે કે આપણે સફળ થઈ શકતા જ નથી એવી નિરાશા ઘણે ભાગે વ્યાપેલી હોય છે. માત્ર બાહ્ય દષ્ટિથી વિચારનાર આવી નિરાશામાં રસ્તો છોડીને બીજે માર્ગે વળી જતો હોય છે. ખરેખર તો સમજ અને પુરુષાર્થની કમી એ માટે જવાબદાર હોય છે. માર્ગને મુસાફરે જ જાતે અનુકૂળ બનવું પડે છે એ વાસ્તવિકતાનો ખ્યાલ આ સાખી દ્વારા આપણને આવે છે. મુસાફરે પોતાની ભૂલો શોધીને તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ અને માર્ગની જે આવશ્યકતા છે તે પ્રાપ્ત કરવી જોઈએ. મુસાફરને માર્ગ અનુકૂળ બને એવા પ્રસંગો તો ભાગ્યે જ જોવાના બને છે. ધ્યેય તરફ આગળ વધવાની તમામ જવાબદારી મુસાફરની છે, માર્ગની નથી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,597
pdf-1અનંત સૂર | Anant Soor 10,239
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,224
pdf-3Amar Varso | અમર વારસો 7,902
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,943