Kabir Vishesh

Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007

રાણા નિર્મેશ
વડોદરા

રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજીએ ‘યહાં ન પક્ષપાત કુછ રાખો, લોક વેદ સંત મત ભાખો’ કહેતા લોકમત વેદમત સાથે જ સતમતની સત્તા સ્વીકાર કરી છે. આ સંતમતના પ્રવર્તક તરીકે કબીરસાહેબનું તેજ એટલું ફેલાયું કે ઉત્તર તથા દક્ષિણનાં સર્વસાહિત્યમાં કબીરસાહેબ છવાય રહેલ છે.

કબીરસાહેબ સને ૧૩૯૮ ઈસવીસનમાં કાશીના લહરતારામાં પ્રકટ થયા હતા. કાશીના જ નીરુ ટીલા પર એમની બાલ્યાવસ્થા વ્યતિત થઈ અહીંથી જ તેઓ દેશવિદેશમાં પર્યટન કરી જનકલ્યાણ હેતુ માર્ગદર્શન કરતા રહ્યા. આ પૃથ્વી પર માનવ તન ધરીને ૧૨૦ વર્ષ રહ્યા. ઈ. સ. ૧૫૧૮માં અંતર્ધ્યાન થયા. પોતાના લોકોની ખોજમાં સદગુરુનાં પ્રેમીજનોની ખોજમાં તેઓ દેશવિદેશમાં ગાંવ ગાંવ કી ગલી ગલી ખોંરો... સુધી જ નહિ પરંતુ દેશથી બાહર બસરા બલખ, બુખારા, મક્કા આદિ સ્થાનોમાં પણ ભ્રમણ કર્યું.

આ ભ્રમણમાં ક્રમમાં કબીરસાહેબના પ્રભાવથી અનેક સ્થળોએ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ. તેમના અનુયાયી તથા શિષ્યોમાં આ સ્થળો આજે તીર્થરૂપમાં વિરાજેલ છે. કબીરસાહેબની વાણી બીજક તથા ગ્રંથાવલીમાં તેમનું મિથિલા, માલવા, મગધ, ગઢવાલ, પૂરી, પંઢરપુર, નાર નીલ આદિ ક્ષેત્રોમાં ગયાના સંકેતો તથા વર્ણન મળે છે. પરંતુ સ્થળ વિશેષનાં રૂપમાં તેમની વાણીમાં ફક્ત ચાર સ્થળોનાં કાશી, મગહર, ઝૂંસી તથા મનકિપુરના ઉલ્લેખો જોવા મળે છે. કાશી તેમનું પ્રાકટ્ય સ્થાન, કર્મ અને ઉપદેશ સ્થાન છે. મગહર તેમની નિર્વાણ સ્થળી છે. જબલપુર તરફ મણિકપુર અને પ્રયાગ સંગમ તટ પરક સ્થિત ઝૂંસી સૂફી ફકીર પીરો માટે પ્રસિદ્ધિ રહ્યું છે. કબીરસાહેબ સત્સંગ માટે આ સ્થળ પર બહુવાર ગયા હતા.

કબીરસાહેબનાં ઐતિહાસિક સ્થળોનો વિચાર કરતા સંત કબીર કે સંસ્મરણ તીર્થ નામનું હિંદી પુસ્તક કબીર ચોરા વારાણસી દ્વારા સન ૧૯૮૧ના જૂન મહિનામાં પ્રકાશિત થયેલ છે. જેમાં કબીરસાહેબનાં ત્રણ પ્રમુખ સ્થળોનો સ્વીકાર કરવામાં આવેલ છે. તે આ મુજબ મગહર, કબીર ચૌરા અને લહરતારા. આ જ  ત્રણે સ્થળો કબીરસાહેબનાં પ્રમુખ તીર્થ પણ છે. કબીરસાહેબે પોતાની યાત્રાઓ દ્વારા પોતાના પ્રભાવથી અનેક સ્થળોને કીર્તિ અપાવી છે. તેમના અનુયાયીઓ તથા શિષ્યો દ્વારા જ તો કેટલાંક સ્થળો તીર્થ રૂપમાં પ્રતિષ્ઠિત છે. બંને પ્રકારનાં સ્થળોમાં જગન્નાથપૂરી (ઉડીસા), ઝૂંસી (ઇલાહનાઈ, ધનૌતી, તઘવા, બેતિયા, ફતુઆ, બિદુપુર, વૈશાલી રોસડા, સમસ્તીપુર (બિહાર) કુહરમાલ, બાંધવગઢ, દામાખેડા, ખરસીયા, બુરહાનપુર, નાદિયા (મ.પ.), બડૈયા (ઉ.પ્ર.), કબીરવડ (ભરૂચ), જામનગર (ગુજરાત) વેગેરે સ્થળો તીર્થની ગરિમા પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ સ્થળોથી સંબંધિત હજારો મગેતો હિન્દુસ્થાન લિ ફીજી, ત્રિનિડાડ, મોરિશ્યસ સુધી ફેલાયેલાં છે. પંથની અનેક શાખાઓ થઈ ગઈ છે. જેની સંખ્યા ૪થી લઈને ૧૨૮ સુધીની બતાવવામાં આવે છે. એટલું તો સ્વાભાવિક છે કે દરેક શાખા અથવા ઉપપંથ પોતાના સ્થાનની પ્રતિષ્ઠા માટે પ્રયત્ન કરે છે પણ લહરતારા, કબીરચૌરા અને મગહર આ બધામાં સર્વ સંમાનિત તીર્થસ્થળો છે એ નિર્વિવાદ.

કબીરસાહેબનાં વિસ્તૃત વ્યક્તિત્વથી જોડાયેલા સ્થળોની સંખ્યા વિસ્તૃત છે પણ આજની ધડીએ પ્રાદેશિક સરકાર દ્વારા કબીરસાહેબનાં જે સ્થળો પુરાતત્વ પર્યટન તથા સાંસ્કૃતિક મહત્વની દષ્ટિએ સંરક્ષણ પામેલા છે તેની સંખ્યા ફક્ત ૭ છે જેનો અહીં પરિચય આપવામાં આવેલ છે.

લહરતારા : વારાણસી મહાનગરમાં રોડ પર લહરતારા આવેલ છે. અહીં ૧૦ એકરનું ક્ષેત્રમાં ફેલાયેલું સંત કબીરના ઉદ્ધવાસ્થાનના નામે જાણીતું એક વિશાળ તળાવ છે જે ઉ.પ્ર. પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે. પ્રાચીન ટીલાવરનુ સ્મારક મંદિર મઠઅને કબીર ગુફા એ કબીર ચૌરાનાં દેખરેખ હેઠળ છે. અહીં જ ખરસિયા ભ.પ્રા.ના સત્લોકવાસી હજૂર શ્રી ઉદિત નામ સાહેબ દ્વારા એક વિશાળ સ્મારકનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આની સામે જ થોડા અંતરે એક મઠ છે ત્યાં ૧૦૦-૫૦ જેટલા વિદ્યાર્થીઓ સંતો રહીને અધ્યયન મનન કરે છે. જેઠ પૂનમે કબીર જયંતિના સમારોહના અવસરે દેશ-વિદેશથી કબીરસાહેબના અનેક અનુયાયીઓ અહીં પધારે છે. સરકાર દ્વારા અહીં એક સભામંડપ તથા બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પિછડી જન સંખ્યાને કારણે અહીં ગંદકીનાં અંબાર લાગ્યા છે. આ તો સંયોગ છે કે વર્તમાન ભારતીય સંસ્કૃતિના ચેતનના બે સૂર્યો સંત કબીર અને સંત રોહિદાસ આજ ભૂમિની દેન છે. ઈ.સ. ૧૩૯૮માં મહુવાડી (માંડૂર)થી આણું(વિદાય) કરાવતા (સાસરે આવતાં) વણકર નીરુ નીમાને બાળક કબીર કમળ પુષ્પ પર બિરાજેલા મળ્યા હતા. તથા તેમની જ પાસેના ગામમાં તેમના જ ગુરુ ભાઈ સંત રબિદાસજીએ જન્મ ધારણ કર્યો હતો. તેમનું આ જગ્યાએ એક સ્મારક બનેલ છે. તેમનું પાલન ભૂમિ પર સિરકરહિયામાં એક  વિશાલ સ્મારક પણ છે જે લહરતારા પાસે જ છે. ૫ કિ.મી. પર સ્થિત છે.

કબીર ચૌરા : વારાણસી શહેરમાં મધ્યમાં કબીરચૌરા નામની શેરીમાં કબીર મઠ છે. આનું પ્રાચીન નામ નરહરપુરા હતું. પછી નઈ બસ્તી અને પછી હમણાં કબીર ચૌરા તરીકે ઓળખાય છે. આ મઠના બીજા ભાગ નીરુ ટીંબા પાર સમાધી પણ છે. ત્રણ એકરનો ઊંચો ચબૂતરો જે કબીર ચૌરાના નામથી વિખ્યાત છે. ત્યાં જ કબીરસાહેબનું સાધના, ઉપદેશ અને ક્રમસ્થળ રહ્યું હતું. અહીં કબીરસાહેબની ત્રીજી સમાધી પણ બની છે. મગહરથી તેમના ફૂલોનાં કાંઈક અંશો લાવીને તેમના શિષ્ય રાજા વીરસિંહ દેવરાજ વહોલ તથા બ્રુતિ ગોપાલજીએ આ સમાધી બનાવી. આજ વાસ્તુમાં કબીરસાહેબ દ્વારા વાપરેલ ખડાઉ, કમંડલુ, એક હજાર મણીની માળા, કર્મનું પ્રતીક કરઘો (મૂલ કરઘો પટના સાહેબ ગુરુદ્વારામા છે). જે શિખોની માંગથી અહીંના રવિગુરુએ આપ્યું હતું. આની સાથે જ ગોરખયોગીનાં પરાજયનાં પ્રતીકરૂપ ત્રિશૂલ પણ સુરક્ષિત છે. અહીં કબીર સાહેબ પછી આજે ૨૩મી પેઢી પર બિરાજમાન વર્તમાન આચાર્ય મહંત ગંગાશરણ સાહેબ ગાદી પર છે. કબીર ચૌરા કબીરપંથની જ નહીં પરંતુ સંપૂર્ણ ભારતીય ચેતનાની ગાંધી પોતાની હરિજન યાત્રાના ક્રમમાં આવ્યા હતા. ત્યારે તેઓએ જનતાની સામે ભાષણ આપતા કહ્યું હતું :  મારાં બા કબીરપંથી હતાં. તેથી કબીરની શિક્ષા મને બાના દૂધમાંથી મળી છે.

અહીંથી કબીરવાણી પ્રકાશન કેન્દ્ર, કબીરદલ, કબીર મિશન, સંત કબીર પુસ્તકાલય, કબીર ચૌરા ત્રૈમાસિક, કબીર શોધ સંસ્થાન, આંતરરાષ્ટ્રીય કબીર ફાઉન્ડેશાન જેવી સંસ્થાઓ સંચાલિત છે. અહીંથી સંચાલિત મઢો દેશવિદેશમાં કબીરસાહેબનાં શિક્ષાનું બીજારોપણ કરે છે. કબીરસાહેબનું વધારેમાં વધારે વખત અહીં જ વીત્યો છે. અહીં જ તેમણે સ્વામી રામાનંદ દ્વારા પંચગંગા ઘાટનાં પગથિયાં પર રામમંત્ર કર્યો હતો. ગંગાના કિનારે શ્રીમઠના રૂપમાં આ સ્થળ શોભા પામી રહ્યું છે.

જગન્નાથપૂરી (ઉડિસા) : પૂરીના સમુદ્રકિનારે પ્રાચીન કબીર ચૌરા આવેલ છે. જ્યાં કબીરસાહેબની આશા કુબડી દાડી છે તથા આશાસાગર નામક કબીર કૃત મનાતું એક વિશાળ હસ્તલિખિત ગ્રંથ સુરક્ષિત છે. અહીં કબીરસાહેબના પ્રમુખ શિષ્ય સુરતિ ગોપાલ સાહેબ જ્ઞાનદાસ સાહેબ, ધની ધર્મદાસ અમીન માતાની સમાધીઓ છે. કહેવાય છે કે પૂરીમાં જગન્નાથજીમાં મંદિરનું રાજારામસિંહ દ્વારા જીર્નોદ્વાર કરાવતાં સમયે સમુદ્ર વારંવાર મંદિર ધ્વસ્ત કરી રહ્યું હતું ત્યારે કબીરસાહેબે પોતાની આશા કુબડી રોપી સમુદ્રને શાંત કર્યો હતો. અહીં કબીરસાહેબની ચોથી સમાધિ બતાવવમાં આવે છે. જે મગહરનાં ફૂલોના અંશથી દેવામાં આવેલ છે. પૂરી પૂરીથી કદરમાલ જીલ્લા વિસલપુર મ.પ્ર. સુધી પાંજી પંથ (ભૂગ ભૂમાર્ગ) બતાવવામાં આવે છે. જેના માર્ગે ચૂરામાણિ સાહેબનું કબીરસાહેબને મળવા આવવાની વાત કહેવાય છે.

કબીરવડ (ભરૂચ ગુજરાત) : ગુજરાત રાજ્યમાં સુરતથી વડોદરા જતાં ભરૂચ જિલ્લામાં નર્મદા કિનારે શુકલતીર્થ પાસે એક કિ.મી. કબીરવડ આવેલ છે. કહેવાય છે કે કબીરસાહેબના ચરણસ્પર્શથી વડની એક સુકી ડાળ લીલી થઈ આ વડવૃક્ષ નિર્માણ થયું. જે બે એકરના વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલું છે. અહીં જ રામકબીર સંપ્રદાયના તથા ઉદાધર્મની ગાદી અને મૂલકેન્દ્ર છે. અહીં કબીરસાહેબનું વિશાળ મંદિર બન્યું છે. દર વર્ષ કાર્તિક મહિનામાં એક વિશાળ મેળો મહોત્સવ થાય છે.

કબીર ચબુતરા (અમસ્કંટ મ.પ્ર.) : સહડોલ જિલ્લામાં બિહડ પહાડીઓનાં ક્ષેત્રના સુરમ્ય એવા જંગલમાં અમરકંટક શહેરથી ૫ કિ.મી. પર કબીર ચબુતરા નામથી પ્રસિદ્ધ કબીર સ્થળ છે. જબલપુર, વિલાસપુર આદિ સ્થાનો કબીર ચૌરા જવા માટે બસની સગવડ છે. અહીં કબીરસાહેબની ચરણપાદુકા બનેલ છે. પ્રાચીન મઠમાં પૂજારી રહે છે. અહીં ગુરુનાનક અને કબીરસાહેબની ભેટનો ઉલ્લેખ ઈ.સ. ૧૪૯૮માં મળી રહે છે. આજે ત્યાં શિખલોકો દ્વારા ગુરુદ્વારા નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અહીં જ નર્મદાનું ઉગમ સ્થાન પણ છે. કહેવાય છે કે અહીં જ નર્મદા સુંદર સ્ત્રીનાં રૂપમાં કબીરસાહેબની સાધનાભંગ કરવા માટે આવી હતી. પરંતુ કબીરસાહેબ દ્વારા ‘આવો માં’ કહીને ઓળખી લેવાથી લજ્જીત થયેલી નર્મદા દ્વારા ક્ષમાયાચના અને વરદાન રૂપે દરરોજ અહીં એ જ સમયે દર્શન દેવાનું વચન દીધું. આજે પણ દરરોજ નર્મદા નદી ધારા પ્રાત: ૮ વાગે સફેદ રંગમાં પરિવર્તીત થઈ રહે છે, જે સતત ૧૫ મિનિટ સુધી વહ્યા કરે છે. નર્મદાને દર્શન દેવા હેતુ આવ્યનું માની આજે શ્રદ્ધાળુ સેકંડો લોકો દર્શનાર્થી અહીં આવે છે. અહીં મેળો ભરાય છે. તેમાં દર્શનથી પર્યટકો અને કબીરપ્રેમીઓ આવે છે.

બાંધવગઢ (મ.પ્ર.) : મ.પ્ર.ના રીવા જિલ્લામાં બાંધવગઢ એ કબીરપંથનું પ્રસિદ્ધ સ્થળ છે. અહીં પહાડ ઉપર કબીર સરોવર તથા પ્રાચીન ચબૂતરા અને ખંડહર છે. બાંધવગઢ કબીરસાહેબના પ્રમુખ શિષ્ય રાજા વીરસિંહ દેવરાજ વાઘેલાની રાજધાની હતી. પછી રાજધાની અહીંથી ૩૦ કિ.મી. દૂર રીવા શહેરમાં સ્થાનાન્તરિત થઈ. આજ રાજ્યના ૩૬મી પેઢીના રાજા મર્તન્ડસિંહજી વર્તમાન સાંસદ છે. આ સ્થળ તેમની જ દેખરેખ હેઠળ છે. ૧૫મા રાજા રામસિંહજી ધની ધર્મદાસના શિષ્ય અને કબીરપંથના મહાન સમર્થક હતા. આજ પરંપરાના રાજા વિશ્વનાથજી કબીર બીજકના પ્રથમ પ્રકાશક હતા. જે પુસ્તક ૧૮૮૩માં નવલ કિશોર પ્રેમમાંથી પ્રકાશિત કરેલું હતું. કબીરસાહેબના શિષ્ય ધની ધર્મદાસ સાહેબ કબીરપંથીની છતીગઢની શાળાના પ્રવર્તક તથા મ.પ્ર.માં કબીર શિક્ષાઓના પ્રવર્તક તથા મ.પ્ર. કબીરપંથ પ્રચાર સ્તમ્ભ બાંધગઢના શ્રેષ્ઠી કસૌધન વાણિયા હતા. રાજ્ય સંરક્ષણનાં કારણે મ.પ્ર.માં કબીર શિક્ષાઓના પ્રચારમાં બાંધવગઢની મોટી ભૂમિકા રહી છે. બાંધવગઢ પર રામનવમી તથા જન્માષ્ટમી પર વર્ષમાં બે વાર માસિક મેળો ભરાય છે. આજ સમય દરમિયાન અહીં આવી શકાય છે. અન્યથા રાજાની અનુમતિ સિવાય અહીં આવવું વર્જિત છે. ૧૦ કિ.મી. ક્ષેત્રમાં પ્રસરેલું અભ્યારણ અહીનું સુંદર પર્યટન સ્થળ છે.

મગહર (જીલ્લો સંત કબીરનગર) : ગુરુગ્રંથ સાહેબની એક પંક્તિ અનુસાર ‘પહેલે દર્શન મગહર પાયો, પુનિ. કાશી વસ્યો આઈ’ના આધાર પર વિદ્વાન કબીર સાહેબનું જન્મથી મૃત્યુ સુધીનો સંબંધ મગહરથી જોડાય છે. કબીરસાહેબે મગહર કેમ પસંદ કર્યું ?  કાશી મરે તો જાય મુક્તિ કો મગહર ગધા હોઈ’ જેવી પુરુષાર્થ આત્મબલ અને ઇશાશક્તિ પ્રખ્યાત કરતી યુક્તિ જ કારણરૂપ નથી. અપિતુ સમાજ ચેતના આદિ જેવા અનેક ગહન વિચારો દ્વારા પ્રેરિત કબીરસાહેબ ત્યા પધાર્યા. અહીં એ વિચારો વિસ્તૃત રૂપે આપવાનો અવસર નથી. ઈ.સ. ૧૫૧૮માં કબીરસાહેબનું અંતિમ એક વર્ષ વીત્યું હતું. અહીં તેમની સાધના સ્થળી ગુફા છે. અહીંથી ગોરખયોગી એ પોતાનાં અંગુઠાથી જલધારા પ્રવાહિત કરી અને કબીરસાહેબે ધૂની પાસે ધ્યાનસ્થ થઈ વૃષ્ટિ કરાવી હતી. (વરસાદ કરાવ્યો). જેનાથી આ ક્ષેત્ર આબાદ થયું અને સૂખી આમી નદી ખળખળ વહેવા તત્કાલીન શાસક બીજલી ખોં પઠાણ અને વીરસિંહ દેવરાજ વાઘેલા દ્વારા નિર્મિત મજાર અને સમાધિ (મંદિર) આપણી દ્વેતગંગા કહેતા વર્તમાન સ્મારકો છે. મગહર બે સંસ્કૃતિનું મિલન સ્થળ છે. જ્યાંથી એક સ્ત્રોત બની તે વહેવાની શિક્ષા માટે શિખામણ મળે છે. મગહરના માર્ગે ચાલવું એ ભારત જ નહીં પરંતુ અખા વિશ્વ માટે મજબૂરી અને નિપતી છે. આ માર્ગ તથા દિશા હજી અનંતકાળ સુધી પ્રાસંગિક રહેશે. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનનું કહેવાનું તથ્ય એ છે કે ‘દુનિયાને કોઈ એક માર્ગ પર ચાલવું છે તો એને કબીરના માર્ગે આવવું જ પડશે.’

મગહરમાં મહોત્સવ જે સન ૧૯૮૭થી પ્રારંભ થયું છે તે ૧૨થી ૧૬ જાન્યુઆરી સુધી વિશાળ રૂપમાં સરકાર દ્વારા આયોજિત થાય છે. મકરસંક્રાંતિ પર વર્ષોથી આ મેળો ભરાય છે. ઈ.સ. ૧૯૩૩માં ગોરખપુરના અંગ્રેજ કમિશનર આર.સી.એ.એસ. હોર્વટસાહેબ કબીરસાહેબનાં ઉપલક્ષમાં ૩  વર્ષ સુધી વરસમાં બે વર મેળાનું આયોજન કર્યું હતું. પહેલો મેળો ખીચડીતિથિ પર તથા બીજાનું કબીરસાહેબનું નિર્માણદિને ભંડારા(સમારોહ)નું આયોજન થાય છે.

(સૌજન્ય : ગુજરાત સમાચાર)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,454
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,304
pdf-2અનંત સૂર | Anant Soor 8,889
pdf-3Amar Varso | અમર વારસો 7,249
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,492