-રંગ અવધૂત
સ્મરણં સ્વસ્વરૂપસ્ય હ્યખણ્ડૈકાત્મના તુ યત્ ।
તદેકં ભજનં પ્રોકતં જન્મમૃત્યુજરાપહમ્ ॥
અખંડ એક ચિત્તથી સ્વસ્વરૂપનું ચિંતન કરવું એને જ (જ્ઞાનીઓએ) ભજન કહ્યું છે; અને એ જ એક જન્મ, મૃત્યુ ને જરાનો નાશ કરનાર છે.
. . . . . . . . . .
ભજન કરો અને નીતિથી વ્યવ્હાર કરો. ભજન જ સર્વ દુઃખોનો અચૂક ઈલાજ છે. માટે બને તેટલું ભજન કરો.
દરરોજ ભજન ન બને તો વર્ષમાં એક મહિનો તો એવો રાખો કે જેથી આખું વર્ષ ચાલે એટલું ભજન-પુણ્ય ભંડોળ સંગ્રહી શકાય; તેથી તમારૂ આખું વર્ષ નિર્વિઘ્ને સુખશાંતિપૂર્વક પસાર થશે.
કોઈ પણ ભજન ગાતી વખતે તેમાં વર્ણવેલાં દ્રશ્યનો ચિતાર નજર સામે ખડો કરો એટલે સગુણ સાક્ષાત્કારના પ્રત્યક્ષ દિવ્ય અનુભવો મળવાનો સમય જલદી આવશે. પાત્રમાં પાણી ભરાતાં હવા આપોઆપ નીકળી જાય છે. તેમ ચિત્તમાં ભજનની ભરતી થતાં આપોઆપ ભોગવાસનાઓનો નાશ થશે.
Add comment