શ્રી પદ્મનાભજી અધ્યારુજીના કીર્તન
ગુજરાતી ભાવાનુંવાદ
સ્વામી જગદીશચંદ્ર યદુનાથ
(પૃષ્ઠ-૩૪૦)
भरम हिंदोलणो ग्रही कहुं, कोण झूले आ ए ... टेक
पाप पुण्य दोउ खंभ रोपे, मानस मची हे डोर
झूलत जिव जहांन जित तित, कीतहुं न पावे ठोर ... १
लख चोरासी जिव झूले, रवि शशी धरे है बेगार
अनंत कोट जग झूले, कीनहुं न पायो ठोर ... २
गुणी गांधर्व मुनि झूले, शेषनाग सुमेर
ब्रह्मा विष्णु, महेश झूले, ताकुं कारज डरो फेर ... ३
धरणी आकाश दोउ झूले, पवन पावक और नीर
देही धरी हरि झूले, ते तो कहे दास कबीर ... ४
દાસ કબીરજી કહે છે આ જગતમાં આવાગમનની અથડામણ રૂપી હિંડોલાને ગ્રહણ કરીને કોણ તેના પર કેવી રીતે ઝૂલે છે. તેની હકીકત જણાવું. આ હિંદોલો પાપ ને પુણ્ય રૂપી કર્મના બે પાયા પર રચ્યો છે. તેને મનોકામનાના પ્રયાસો રૂપી દોરી બાંધીને હલાવવામાં આવે છે. જીવાત્મા કર્મોથી નર્કોમા જ્યાંને ત્યાં ભટકીને આવાગમનના, હિંચકા ખાય છે. પરંતુ કોઈને પણ સાચું શાંતિનું સ્થાન મળ્યું નથી. ચોરાસી લાખ યોનીમાં જીવ ઝોલાં ખાય છે. સૂર્ય અને ચંદ્ર પણ આ સંસારમાં વેઠિયા મજૂરી કરી રહ્યા છે. આ જગતમાં અનંત કરોડો જીવાત્માઓ આ હિંદોલામાં ઝૂલી ગયા પરંતુ કોઈનેય સાચી શાંતિનું સ્થાન પ્રાપ્ત થયું નથી. સદ્ગુણવાળાઓ ગાંધર્વો મુનિઓ પણ આ હિંદોલામાં ઝોલા ખાયા કરે છે. શેષનાગ કે સુમેરુ પણ તેમાં ઝૂલે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ તેમાં હિંચકા ખાય છે. તેમને પણ આ પ્રક્રિયામાં ફરી ફર્યાં કરવાનો ભય રહે છે. પૃથ્વી અને આકાશ આ બન્ને પણ આ હિંદોલામાં ઝૂલે છે તથા પવન, અગ્નિ અને જલ પણ આ હિંદોલામાં ઝૂલે છે. એટલું જ નહીં પરંતુ ખુદ ભગવાને પણ આ જગતમાં શરીર ધારણ કરીને આવીને આ હિંદોલામાં હિંચકાના ઝૂલા ખાધા છે. આમ બધા જ આ હિંદોલામાં ઝૂલા ખાય છે, તે બાબતને દાસ કબીરજી જણાવે છે.
Related Link(s):
1. ભર્મ હિંડોળેના રે (રાગ - મલાર)
Add comment