Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અકન = આદિથી
અખંડધાર = નિરંતર
અગમ = ખબર ન પડે તેવું
અગર = અગરજા
અઘટ = અજન્મા
અધિક = વધારે
અતીત = અલિપ્ત
અજીત = ન જીતી શકાય તેવું મન
અબીર = અબીલ
અઢાર હજાર = સંપૂર્ણ વનસ્પતિ
અદલ = કાયમી
અબ = હવે
અનહદ = અનાહત નાદ
અગોચર = દેખાય નહિ તે
અલ = એવી રીતે
અવિગત = જેની વિગત નથી તે પ્રભુ
અવધૂ = યોગી
અરધ = નીચે
અરંડ = એરંડાનું તેલ-દીવેલ
અલખ = લક્ષમાં ન આવે તેવા પ્રભુ
અનુરાગ = પ્રેમ
અખંડ = અવિનાશી
અષ્ટકવલ = આઠ પાંદડીનું કમળ
અષ્ટગગન = આઠમું ચક્ર
અક્ષર = અવિનાશી
અમરાપુર = મોક્ષધામ
અહેરી = શિકારી
આપ = આત્મા
આપા = અહંકાર
આલજાલ = ગમે તેમ
આગરી = શ્રેષ્ઠ અથવા આગવી
આર = પ્રસંશા અથવા યાદ
એતા = આટલા
અંકુશ = હાથીને વશ રાખનારું સાધન
અંગતા = આંગણું
એકંત = એકલો અથવા એકાંત

ઉજિયાર = અજવાળું
ઉજિયારા = પ્રકાશિત
ઉદય = ઊગવું
ઉબરે = ઉગરવું
ઉદાસ = નિરાશ
ઉબારે = ઉગારે
ઉગર્યા = બચ્યા
ઉડાના = નાશ પામનારા
ઉન્મુની = મનની ઊંચી અવસ્થા
ઉરધ = ઉપર
ઉંધે = પ્રતિકૂળ

કટૂક = કડવા
કનિહાર = કર્ણધાર
કિતાબ = ધર્મપુસ્તક
કીચ = કાદવ
કીલનહાર = રક્ષક
કીંગોરા = થાંભલા અથવા ટેકા
કાયા = શરીર
કાગ = કાગડો
કુસલ = કુશળ અથવા કલ્યાણ
કુટિ = કુટાય
કુમકુમ = મમંગલકારી
કુઆ = કૂવો
કોટિ = કરોડ
કોસ = ચાર માઈલ
કોટવાળી = રખેવાળી
કંદ્રપ = કામદેવ
કંચન = સોનું
કંવલ = કમળ
કુંભા = ઘડો

ખલક = દુનિયા
ખડગ = તલવાર
ખેવટ = માર્ગદર્શક ગુરૂ
ખોજે = શોધે
ખંડિત = નાશવંત

ગમ = જાણકારી
ગહ = ઘરબાર
ગજગતિ = હાથી જેવી ચાલ
ગરબત = ગર્વમાં છકેલી
ગાર = ગાળ
ગારૂડ = ઝેર ઉતારનાર જોગી
ગાત = શરીર
ગુલતાન = તન્મય-મસ્ત
ગુમાન = અભિમાન
ગિરહ = ઘર
ગેહ = ઘરબાર
ગેલ = રસ્તો
ગૌધેનું = ગાયનું ટોળું
ગ્રહો = પકડો

ઘટ = શરીર
ઘાલ = ઘુસાડી ડે અથવા નાંખી દે
ઘારિ = ફરતેથી
ઘુઘર = ઘુઘરો
ઘુંઘટ = ઘુમટો

ચદરિયા = ચાદર
ચરઈ = તારની ખૂંટી
ચાવ = અનુરાગ, મોહિત થવું, છેતરવું
ચાહ = ઈચ્છા
ચાફેર = ચોમેર
ચીન્યા = જાણ્યાં
ચુઆ = ટપકવું
ચૂકી = ભૂલચૂક
ચુન = ચરવું
ચંદ = ચંદ્રનાડી

છત્રપતિ = રાજા
છમા = ક્ષમા
છાડિ = સમજીને
છાબડિ = ટોપલી
છાડહુ = છોડી દે
છોરું = પુત્ર
છોતિ = સ્પર્શ
છિનાય = છીનવી લેવું
છિરકત = છાંટવું
છીન = ક્ષણ-ક્ષણિક

જગજીવન = પ્રભુ
જરા = ઘડપણ
જહાન = દુનિયા
જમપુર = યમરાજની નગરી
જરજર્યા = ઘરડા થયા
જતન = કાળજી અથવા સંભાળ
જમરા = યમરાજ
જરી = બળી-સળગી
જાવરું = પરિવર્તન
જાશી = જશે
જિન = ઘોડા પર બેસવાની ગાદી
જુહારી = જુગારી
જુગત = યુક્તિ-યોગ
જુહા = જુગાર
જુગવે = વધારે
જેર = વશ
જોય = પત્ની
જોઈનિ = યોનિ
જોબન = યુવાની
જંતર = યંત્રના
જંજાલ = ઉપાધિ
જંગમ = ખસી શકે તેવું
જંત્રી = વગાડનારો
જંત્ર = યંત્ર અથવા વાદ્ય

ઝકઝોરિ = બળજબરી
ઝીલ = મસ્તી
ઝીની = સૂક્ષ્મ

ટરત = ચલિત થવું
ટકસાર = ટંકશાળ-સાર રૂપ જ્ઞાન
ટાર = ટાળવું

ઠકુરાઈ = સ્વામી
ઠાડિ = ઊભી ઊભી
ઠૌર = ઠેકાણું અથવા સ્થિરતા

ડાર = ડાળીઓ
ડાર = કાપ અથવા છોડ
ડેરા = મુકામ
ડેકાયો = ભરમાયો

ઢાઢે = ઊભા રહી
ઢૂંઢત = શોધતા

તત = તત્વ અથવા રહસ્ય
તનખાં = શરીર
તમાસા = દૃશ્ય અથવા ખેલ
તરન = તરી શકે તેવા
તનિક = ક્ષણિક
તારી = લગની
તારૈ = ઉદ્ધાર કરે
તારન = તારી શકે તેવા
તિમિર = અંધકાર
તુમ્બા = તુમડું
તૂર = એક વાદ્ય
તોટા = કાળા ધોળા
તૃખા = તરસ

ત્રિકુટ = આજ્ઞાચક્ર
ત્રિવેણી = ઈડા-પિંગલા-સુષુમ્ણાનો સંગમ

દહ = દાસ
દાહૈ = દઝાય
દારા = પત્ની
દાદુર = દેડકો
દિયના = દીવો
દિખલાવત = દેખાડવા
દિસિ = દિશા
દૂલ્હા = પતિ
દેવન = દેવતા

ધાવૈ = દોડે
ધાઈ = દોડીને
ધુવન = ધમણની ફૂંક
ધૂરિ = ધૂળ અથવા મેલ
ધોખા = ભ્રમ
ધેનૂ = ગાય
ધંધ = દ્વંદ્વ

નરેશ = રાજા
નાવ = હોડી
નાંવ = નામ
નોબત = નગારું
નિગમ = શાસ્ત્ર
નિયરે = નજીક
નિહારૌ = જોઉં
નિરંજન = શુદ્ધ
નિર્લેપ = અલિપ્ત
નિસિળાસર = રાત દિવસ
નિવારો = છોડો
નિરખ = જોઈને
નિકસે = નીકળે
નિરત = નૃત્ય
નિવાર = ઉકેલ કરી અથવા છોડી
નેતિ = આ નહીં
નેહરો = મુકામ અથવા પિયરવાસ
નૈન = આંખ

પલક = ક્ષણ
પરખ = તપાસીને
પવન = પ્રાણાયામ
પવના = પવન
પહાર = પહાડ
પનિહારી = પાણી ભરનારી
પચ = પરિચય
પહિચાન = ઓળખાણ
પરહર = છોડી દે
પરત્યાગી = છોડી
પતિયાં = પત્ર
પરદારાં = પારકાની પત્ની
પર્ચે = પરિચય
પરધન = પારકાનું ધન
પરિકમ્મા = ફરતે ફરવું-પરિક્રમા
પાખંડ = ઢોંગ-મિથ્યા પ્રવૃત્તિ
પાવક = અગ્નિ
પાતી = દિવેટ
પાવે = મેળવે
પાત = પાંદડાં
પિયાસ = તરસ
પીવ = પ્રીતમ
પુરિખ = પુરૂષ
પુહુપ = પુષ્પ
પુનરપિ = ફરી ફરી
પુરણ = પૂર્ણ
પોપ = પુષ્પ
પ્રતાપ = પ્રભાવ
પ્રતીત = વિશ્વાસ
પ્રાન = પ્રાણ
પાંવ = પગ
પુંજ = ઢગલો

ફારી = પ્હોળું કરી
ફૂલનિ = ફૂલો
ફંદ = ફાંસો

બદન = શરીર
બસન = વસ્ત્ર
બહાઈએ = વિવાહ કરો
બનસપતિ = જંગલ
બરજેઉ = મનાઈ કર્યા છતાં
બડાઈ = મોટાઈ
બહોર = વારંવાર
બાદ = મત
બાતી = દિવેટ
બારી = વારો
બાલ = બાળક
બાલમ = પતિ
બારી = સળગાવી
બાન = ટેવ
બારી = વાડી
બાર = વાડ
બાગુલિ = માયાજાળ
બાબુલ = પિતા - ભાઈ
બાસ = સ્થળ - વાસ
બિહાય = વીતે
બિલાય = નાશ પામે
બિદેહ = દેહ વગર
બીનન = વીણવું
બુધ = બુદ્ધિ
બુઝાઈ = તૃપ્ત કરી
બૂઢા = ઘરડા
બેરા = સમય
બેર = વેળા
બેન = વાંસળી
બૈન = વાણી
બોય = સુગંધ
બૈરિન = વેરણ
બાંય = હાથ
બાંચે = બચે
બંકનાલ = વાંકી નાળી

ભભૂત = રાખ
ભરતાર = પતિ
ભલ = કલ્યાણકારી
ભલાઈ = કલ્યાણકારી સ્વભાવ
ભલો = કલ્યાણકારી
ભાગ = ભાગ્યશાળી
ભાવ = પ્રેમ
ભૂપ = રાજા
ભૂષન = ઘરેણાં
ભીતર = અંદર
ભંવર = ભમરો
ભંવરી = ભમરી
ભોંદૂ = ભોળું - અજ્ઞાની

મગ = રાહ - વાટ
મનસા = મનથી
મત = અભિપ્રાય
મત્ત = અભિમાન
મલનિ = મેલું - ગંદું
મહોછલ = મહોત્સવ
માલિન = માલણ
મિજમાના = સત્કાર - મહેમાનગીરી
મિરગ = મૃગ
મિલ = મળીને
મિટ = મટી જવું
મીન = માછલી
મૂલકંવલ = મૂલાધાર ચક્ર
મૂલ = આદિ
મોઝારી = અંદર
મોમ = ચોંટાડનાર પદાર્થ
મોકો = મને
માઠા = ખાટા
મોરિકે = કઢંગુ
મંજાર = અંદર
મેટી = મટાડી દઈ - મૂકી દઈ
મંગ = પૂરી - ભરી
મંડન = સારસંભાળ - માંડણી

રછપાલ = રખેવાળ
રસના = જીભ
રવિસુત = યમરાજ
રસાલ = મધુર
રામજન = હરિજન
રાવ = પૈસાદાર
રુચત = ગમતું
રિપુ = દુશ્મન
રુદિયા = હૃદય
રૈન = રાત

લવલીન = તલ્લીન
લખિ = જોઈને
લચ્છ = લાખ
લહિયે = મેળવીએ
લોચન = આંખ
લોઈ = સ્ત્રી
લૌકર = જલદી
લેખું = પરિણામ
લુકટ = સંગત

વદન = મોઢું
વણસંતા = વિનાશ થતાં
વાછરું = વાછરડું
વિલંબ = વાર લાગવી
વિષયા = વિષયોમાં રાચવું
વિપ્ર = બ્રાહ્મણ
વિસરી = ભૂલી
વિસ્તાર = ફાટ્યો
વિદાર = ચીરી નાંખ્યો
વિરંચિ = બ્રહ્મા
વિલંબ્યો = રોકાયો
વિરધ = વૃદ્ધ
બિનસત = વિનાશ
વિંદ = બુંદ
વ્યાપે = ફરી વળે

હલકે = અભિમાન રહિત - વજન વિનાનું
હરજી = પ્રભુ
હાન = હાર
હાત = હાથ
હાટવાડ = બજાર
હાંસી = મશ્કરી
હિલમિલ = હળીમળી
હિયા = શણગાર
હિય = હૈયામાં
હઁસ = ખુશી
હંસ = વિવેકી જીવ
હંસા = આત્મા
હિંડોલના = હિંડોળે
હેરી = નજર કરવી

શિરોમણિ = મુખ્ય - ટોચના
શિરા = રક્તવાહિની
શાળ = નિશાળ

ષટરસ = છ રસ
ષંડામરકે = ષંડા-મરકા નામના દૈત્યો

ક્ષર = નાશવંત

સકુચ = સંકોચ
સરવન = કાન
સમસાના = સ્મશાન
સબદ = આત્મજ્ઞાન
સમવર્યા = સરખા થયા
સહજ = વિના પ્રયત્ને
સમીપ = પાસે
સાર = રહસ્ય
સારંગપાણિ = વિષ્ણુ
સાજ = શણગાર
સાલિમ = પૂર્ણ
સાહેબ = આત્મા અથવા પરમાત્મા
સમ્હારિ = કાળજીપૂર્વક
સિરમોર = માથાની ટોચ - બ્રહ્મરંધ્ર
સિર = માથું
સીસ = માથું
શ્રવણ = કાન
સુહાગ = સોનીનું એક સાધન
સુન = શૂન્યચક્ર
સુરંગ = દૈવી રંગ
સુહાગન = સૌભાગ્યવતી
સુરત = ચિત્તવૃત્તિ
સુરમ = શૂરવીર
સૂર = સૂર્યનાડી
સૂખ = સૂકાઈ ગયેલા
સૂધ = શુદ્ધ
સુરતિ = ચિત્તવૃત્તિ
સુવા = પોપટ
સુર = દેવપુરૂષ
સૂરા = શૂરવીર
સોલા = સોળની સંખ્યા
સેજ = પથારી

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,260
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,606
pdf-2અનંત સૂર | Anant Soor 9,256
pdf-3Amar Varso | અમર વારસો 7,455
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,083