પદ - ૧૨૨૫
pada - 1225
Neelamben Yagnik
પ્રભુ દ્વાર તમારા ખોલો રે આવ્યો એક પુણ્ય આત્મા
prabhu dvār tamārā kholo re āvyo eka punya ātmā
આ દુનિયાની સગાઈ, એ તો પ્યારમાં પથરાઈ
એમાં આત્મા ગયો ભરમાઈ રે ... આવ્યો એક પુણ્ય આત્મા ૧
ā duniyā-ni sagā-ii, e to pyār-māň patharā-ii
emāň ātmā gayo bhar-mā-ii re ... āvyo eka punya ātmā 1
આ ચારે કોરની માયા, તેમાં સઘળા ભેદ સમાયા
મન માનવના લોભાયા રે ... આવ્યો એક પુણ્ય આત્મા ૨
ā chāre kor-ni māyā, temā saghalā bhed samāyā
man mānav-nā lobhāyā re ... āvyo eka punya ātmā 2
આ કાયા કુંભ છે કાચો, સમજો તો એમાં ન રાચો
પ્રભુ તું છે એક જ સાચો રે ... આવ્યો એક પુણ્ય આત્મા ૩
ā kāyā kumbh chhe kācho, samajo to emā na rācho
prabhu tuň chhe eka ja sācho re ... āvyo eka punya ātmā 3
એણે સત્કર્મ કંઈ કીધાં, એણે દુઃખ સહન કરી લીધાં
તારા નામનાં અમૃત પીધાં રે ... આવ્યો એક પુણ્ય આત્મા ૪
ene sat-karma kaň-ii kidhā, ene dukha sahan kari lidhā
tārā nām-nā amrut pidhā re ... āvyo eka punya ātmā 4
લીધી તારા નામની માળા, હૈયે ભજીલે છેલ છોગાળા
ઓ ગિરિધારી ગોપાલા રે ... આવ્યો એક પુણ્ય આત્મા ૫
lidhi tārā nām-ni mālā, hai-ye bhaji-le chhel chhogālā
o giri-dhāri gopālā re ... āvyo eka punya ātmā 5
તારા હાથે છે મૂજ નૈયા, તને પુકારુ તરવૈયા
તમે આવોને રખવૈયા રે ... આવ્યો એક પુણ્ય આત્મા ૬
tārā hāthe chhe muj nai-yā, tane pukāru tara-vai-yā
tame āvo-ne rakh-vai-yā re ... āvyo eka punya ātmā 6
તમે વારે આવો નાથ, મારો પકડી લેજો હાથ
પછી છોડુ નહી સંગાથ રે... આવ્યો એક પુણ્ય આત્મા ૭
tame vāre āvo nāth, māro pakadi lejo hāth
pachhi chhodu nahi saňgath re ... āvyo eka punya ātmā 7
આ અવિચળ ભાનુ ચંદા, એ તારી લીલા ગોવિંદા
ઓ જશોદાજીના નંદા રે ... આવ્યો એક પુણ્ય આત્મા ૮
ā avi-chal bhānu chaňdā, e tāri lilā goviňdā
o jashodā-ji-nā naňdā re ... āvyo eka punya ātmā 8
પ્રભુ એ છે પ્રાર્થના મારી, આત્માને લેજો તારી
તમે સુણજો કૃષ્ણ મોરારી રે ... આવ્યો એક પુણ્ય આત્મા ૯
prabhu e chhe prār-thanā māri, ātmā-ne lejo tāri
tame sunajo krishna morāri re ... āvyo eka punya ātmā 9
English Translation:
O’ God open your doors, a pious soul has come!
1. Bonds of this world are stretched out in passion
The soul is entwined in it…, a pious soul has come
2. All around is realm of Maya, all deceits dwell within,
Minds of men are bewitched…, a pious soul has come
3. Human form is but a pot of earth, don’t you rejoice over it,
O’ God you are the truth ultimate, a pious soul has come
4. It did some good deeds, also endured a pangs of pain a bit,
Fondly drinking nectar of your name, a pious soul has come
5. Holding a string of rosary of your name, holding you in heart,
O’ Girdhari Gopala, here, a pious soul has come
6. My boat of life sails left at your will, I beckon Divine Savior,
Hold my hand O’ Liberator, here, a pious soul has come
7. Come hold my hand, O’ God, assuage me from swamps of life
I shall never leave you then, here, a pious soul has come
8. This Sun and Moon afloat above, these are your games celestial,
O’ illustrious son of Jashoda, here a pious soul has come
9. O’ Almighty, I just pray this, liberate this soul from pangs of life,
Have mercy, O’ Krishna Murari, a pious soul has come
Add comment