Bhajans

નાદબ્રહ્મ પદ - ૬૨૩, રાગ - મેવાડો
Nādbrahma pada 623, rāga - mevādo

સોનલા કેરૂં રે સુંદર પારણું, મોતીડે પરોવ્યા દોર;
હીરલા કેરૂં રે જડ્યા હંસલા, માણેક જડ્યા મોર ... ટેક
sonalā keru re suňdar pāranu, motide parovyā dor
hiralā keru re jadyā haňsalā, mānek jadyā mor ... repeat

બ્રહ્મ નાથ રે પોઢ્યા પારણે, પોઢ્યા હરિ પારણા મોઝાર;
હરિ ને હુલરાવે રે માતા જશુમતિ, હર્ષે હાલેરૂં ગાય ... ૧
brahma nāth re poDhyā pārane, poDhyā hari pāranā mojhār
hari ne hul-rāve re mātā jashu-mati, harshe hāleru gāy ... 1

ધન્ય ધન્ય રે માતા જશુમતિ, ધન્ય ધન્ય નંદજી તાત;
ધન્ય ધન્ય રે વ્રજની સુંદરી, ધન્ય ધન્ય વ્રજનો વાસ ... ૨
dhanya dhanya re mātā jashu-mati, dhanya dhanya naňda-ji tāt
dhanya dhanya re vraj-ni suňdari, dhanya dhanya vraj-no vās ... 2

કોણ કોણ પુણ્ય રે પુત્ર હમો આચર્યા, વિપ્રને દીધાં રે દાન
પાવન કીધો રે વંશ હમારો, બલ જાયે માધવદાસ નિધાન ... ૩
kon kon punya re putra hamo ācharyā, vipra-ne didhā re dān
pāvan kidho re vaňsh hamāro, bal jāye mādhav-dās nidhān ... 3

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal (playlist)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717