Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ખેલનિહારા ખેલહી મન બૌરા હો
બહુરિ ન ઐસો દાવ સમુજુ મન બૌરા હો ... ૧૩

સુર નર મુનિ ઔ દેવતા મન બૌરા હો
ગોરખ દત્તા વ્યાસ સમુજુ મન બૌરા હો ... ૧૪

સનક સનંદન હારિયા મન બૌરા હો
ઔર કિ કેતિક બાત સમુજુ મન બૌરા હો ... ૧૫

છિલકત થોંથે પ્રેમ કે મન બૌરા હો
ધરિ પિચકારી ગાત સમુજુ મન બૌરા હો ... ૧૬

કૈ લિયો વશી આપને મન બૌરા હો
ફિરિ ફિરિ ચિતવત જાત સમુજુ મન બૌરા હો ... ૧૭

જ્ઞાન ગાડ લૈ રોપિયા મન બૌરા હો
ત્રિગુણ દિયો હૈ સાથ સમુજુ મન બૌરા હો ... ૧૮

શિવ સન બ્રહ્મા લેન કહ્યો મન બૌરા હો
ઔર કિ કેતિક બાત સમુજુ મન બૌરા હો ... ૧૯

એક ઔર સુર નર મુનિ બૌરા હો
એક અકેલી આપ સમુજુ મન બૌરા હો ... ૨૦

દષ્ટિ પડે છાડૈ નહીં મન બૌરા હો
કૈ લિયો એક ધાપ સમુજુ મન બૌરા હો ... ૨૧

જેતે થે તેતે લિયો મન બૌરા હો
ઘુંઘટ માંહિ સમોય સમુજુ મન બૌરા હો ... ૨૨

કજ્જલ વાકે રેખવા મન બૌરા હો
અદગ ગયા નહિ કોય સમુજુ મન બૌરા હો ... ૨૩

ઈન્દ્ર કૃષ્ણ દ્વારે ખડે મન બૌરા હો
લોચન લલચિ નચાય સમુજુ મન બૌરા હો ... ૨૪

કહંહિ કબીર તે ઉબરે મન બૌરા હો
જાહિ ન મોહ સમાય સમુજુ મન બૌરા હો ... ૨૫

સમજુતી

આ ચાચરને ખેલ જ્ઞાની પુરુષો, આવો પાછો દાવ મળવાનો નથી એવી ગણતરી સાથે, ખેલી લેતા હોય છે તે બરાબર સમજી લે !  - ૧૩

હે, માનવ, મુનિ અને દેવદેવીઓ તેમજ યોગી ગોરખ, ભગવાન દત્ત, અને વ્યાસ જેવા મહા પુરુષો પણ કહે પાગલ જીવ, હારી ગયા છે તે બરાબર વિચારી લે !  - ૧૪

સનક, સનંદન વગેરે ઋષિઓ ચાચરનો ખેલ માયા સામે હારી ગયા છે તે સાવ સામાન્ય માણસનું ગજુ જ શું ? - ૧૫

સામાન્ય જીવ બનાવટી પ્રેમથી છલકાતો હોય છે તેને તો માયા ફાગનું ગીત ગાતી ગાતી પિચકારીઓના રંગે રંગી દેતી હોય છે તે હકીકત બરાબર વિચારી લે !  - ૧૬

પોતાના વશમાં સૌને સખીને તે માયા જતી જતી પાછળ નજર કરી લેતી હોય છે કે કોઈ બચ્યું તો નથી તે પણ બરાબર સમજી લે !  - ૧૭

માયા સામાન્ય જ્ઞાનીનું જ્ઞાન  વિષયોના કુંડમાં બંધ કરી દે છે અને ત્રણ ગુણોનો સહકાર લઈ તેની પ્રગતિને રુંધી નાખે તે પણ હે પાગલ જીવ, તું બરાબર સમજી લે !  - ૧૮

માયા શિવ જેવા મહાન યોગીને, સનકાદિક જેવા મહાન વૈરાગીને તથા બ્રહ્માજી જેવા મહાન વિદ્વાનને વશમાં કરવાનો નિર્ણય કરતી હોય તો બીજાની તો વાત શી કરવી !  - ૧૯

હે પાગલ જીવ, આ ચાચરનો ખેલ ખેલવા એક બાજુ દેવો, માનવો, મુનિઓ ઊભા છે તો સામી બાજુ માયા એકલી જ ઊભી છે તે પણ બરાબર વિચારી લે !  - ૨૦

આ માયા તો હે પાગલ જીવ, જેના પાર નજર કરે તેને કદી પણ છોડતી નથી; તે તો એક જ ઈશારે સૌને વશમાં કરી લેતી હોય છે તે પણ બરાબર સમજી લે !  - ૨૧

પ્રથમની જ આ ચાચરના ખેલમાં તેનાં સામે ખેલનારા જીવોને આ માયાએ તો પોતાના મોહ રૂપી ઘુંઘટમાં સમાવી દીધા છે તે હે પાગલ જીવ, બરાબર વિચારી લે !  - ૨૨

આ માયાની આંખમાં આંજેલા કાજળની રેખથી કોઈ પણ જીવ કાળા ડાઘ વિનાનો રહ્યો નથી તે પણ બરાબર સમજી લે ! - ૨૩

ઈન્દ્ર જેવા દેવો અને કૃષ્ણ જેવા ભાગવત્ સ્વરૂપો માયાને બારને ઊભા રહે છે. માયા તે સૌને પોતાની આંખના ઈશારે લલચાવી દેતી હોય છે અને કાયમ નચાવતી હોય છે તે બરાબર સમજી લે !  - ૨૪

કબીર કહે છે કે પાગલ જીવ, આ માયાથી તે જ બચી શકે છે જે તેના મોહપાશમાં બંધાતો નથી તે બરાબર વિચારી લે ! - ૨૫

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,182
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,022
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,762
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,716