કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ખેલિત માયા મોહિની મન બૌરા હો
જિન જેર કિયા સંસાર સમુજુ મન બૌરા હો ... ૧
રચ્યો રંગ તિનિ ચૂનરી મન બૌરા હો
સુન્દરિ પહિરે આય સમુજુ મન બૌરા હો ... ૨
શોભા અદભુત રૂપી મન બૌરા હો
મહિમા બરણિ ન જાય સમુજુ મન બૌરા હો ... ૩
ચંદ્ર વદનિ મગલોચની મન બૌરા હો
બુન્દકા દિયો ઉધાર સમુજુ મન બૌરા હો ... ૪
યતી સતી સબ મોહિયા મન બૌરા હો
ગજગતિ બાકી ચાલ સમુજુ મન બૌરા હો ... ૫
નારદકે મુખ માંડિ કે મન બૌરા હો
લીન્હો બસન છિનાય સમુજુ મન બૌરા હો ... ૬
ગર્વ ગહેલી ગર્વ તે મન બૌરા હો
ઉલટી ચલી મુસુકાય સમુજુ મન બૌરા હો ... ૭
શિવ સન બ્રહ્મા દૌડે કે મન બૌરા હો
દોનોં પરકિન જાય સમુજુ મન બૌરા હો ... ૮
ફગુવા લીન્હ છિનાય કે મન બૌરા હો
બહુરિ દિયો છિટિકાય સમુજુ મન બૌરા હો ... ૯
અનહદ ધ્વનિ બાજા બજૈ મન બૌરા હો
શ્રવણ સુનત ભૌ ચાવ સમુજુ મન બૌરા હો ... ૧૦
ખેલિનીહારા ખેલિ હૈ મન બૌરા હો
જૈસી વાકી દાવ સમુજુ મન બૌરા હો ... ૧૧
જ્ઞાન ઢાલ આગે દિયો મન બૌરા હો
ટારે ટરત ન પાંવ સમુજુ મન બૌરા હો ... ૧૨
સમજુતી
હે પાગલ જીવ, આ વિશ્વમોહિની માયા તો ફાગ માગવા માટે ચાચરનો ખેલ ખેલી રહી છે, તેને સમગ્ર સંસારને પોતાના વશમાં કરી લીધો છે તે તું બરાબર સમજી લે ! - ૧
સૌને વશ કરનારી તે માયાએ વિષય તથા વાસનાના રંગોથી રચેલી એવી સુંદર મનોહર સાડી પહેરી લીધી છે કે તેવી સાડી ભાગ્યે જ કોઈ સુંદરીને પહેરાવી શકે, તે તું બરાબર સમજી લે ! - ૨
તેવી સાડી પહેરવાથી તેના રૂપનું સૌંદર્ય એટલું બધું વધી ગયું છે કે તેનાં મહિમાનું વર્ણન પણ કરી શકાતું નથી તે બરાબર સમજી લે ! - ૩
હે પાગલ મન, તેનું મોઢું ચંદ્ર જેવું સુંદર અને તેની આંખો મૃગના જેવી મોહક છે. તેણે પોતાનો બુરખો ઉઘાડીને સિંદુરના બિંદુની શોભા દેખાડી દીધી છે તેનો પણ તું બરાબર વિચાર કરી લે ! - ૪
તેને જોઈને સાધુને સતી, સર્વ કોઈ, મોહિત થઈ ગયા છે કારણ કે તેની હાથી જેવી મંદગતિ ખૂબ જ આકર્ષક લાગે છે તે પણ તું બરાબર સમજી લે ! - ૫
નારદ જેવા મુનિનું મોઢું તેણે સાવ બદલી નાખીને વાંદરા જેવું બનાવી દીધું હતું તેનો તું બરાબર વિચાર કરી લે ! - ૬
ગર્વમાં ઉન્મત્ત બનેલી તે માયાએ સત્વરે પાછી વળી જ્યાંથી આવેલી ત્યાં સ્મિત કરતી કરતી ચાલી ગયેલી તે પણ બરાબર સમજી લે ! - ૭
હે પાગલ જીવ, શિવ જેવ યોગીને અને બ્રહ્મા જેવા વિદ્વાનને તેણે ફાગમાં જઈને પકડી લીધા હતા તે પણ બરાબર ચીચારી લે ! - ૮
તેણે શિવ અને બ્રહ્માની પાસે જઈને તેઓને મળતું સમાધિનું સુખ ફાગમાં માગી લીધેલું અને તેઓને વિષય સુખમાંથી પણ દૂર કરી દીધેલા તે પણ બરાબર સમજી લે ! - ૯
યોગીઓને અનહદ ધ્વનિ રૂપી મધુર વાજિંત્રો વાગતા સંભળાય છે અને તે સાંભળવામાં એટલો બધો આનંદ આવે છે કે તેને સદૈવ સાંભળવાનું મન થયા કરે છે તે પણ બરાબર સમજી લે ! - ૧૦
હે પાગલ જીવ, ચાચરની આ રમતમાં જે જેવો દાવ લગાવે તેવું તેને ફળ મળ્યા વિના રહેતું નથી તે બરાબર વિચારી લે ! - ૧૧
ચાચરની આ રમતમાં સાચા જ્ઞાની પુરુષો જ્ઞાનરૂપી ઢાલ પોતાના બચાવમાં ધરી દેતા હોવાથી તે પોતાના લક્ષ્યમાંથી સ્હેજ પણ ચલિત થતા નથી તે હકીકત પણ બરાબર વિચારી લે ! - ૧૨
Add comment