Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બહુત દુઃખ હૈ દુઃખકી ખાની, તબ બચિહો જબ રામહિં જાની
રામહિં જાની જુકિત જો ચલાઈ, જુકિત હિં તે ફંડા નહિ પરઇ - ૧

જુક્તિહિં જુક્તિ ચલા સંસારા, નિશ્ચય કહા ન માનુ હમારા
કનક કામિની ઘોર પટોરા, સંપતિ બહુત રહૈ દિન થોરા - ૨

ઠોરહિ સંપતિ ગૌ બૌરાઇ, ધરમરાયકી ખબરિ ન પાઇ
દેખિ  ત્રાસ મુખ ગૌ કુંભિલાઇ, અમ્રિતધોખે ગૌ વિષ ખાઇ - ૩

સાખી:  મૈં સિરજૌં, મૈં મારહૂ, મૈં જારૌ, મૈં ખાંવ
         જલથલમેં હી રમિ હૌં મોર ૪નિરંજન નાંવ

સમજુતી

આ સંસારમાં દુઃખ અપાર છે. આ સંસાર તો દુઃખની ખાણ છે. સંસારના દુઃખથી તે જ બચી શકે કે જેણે રામને જાણ્યા હોય. રામ તત્વને જાણનારા યુક્તિપૂર્વક જીવતા હોવાથી સંસારના બંધનમાં પડતા નથી. - ૧

આ સંસારમાં પ્રત્યેક જીવ પોતપોતાની રીતે પ્રપંચો કરીને યુકિતપૂર્વક જીવે છે. અમારા જરીમખમલનાં રેશમી વસ્ત્રો, ઘોડાઓ વિગેરે અનેક પ્રકારની સંપત્તિ એકત્ર કરવામાં પડયા છે. પરંતુ તેઓનું જીવન તો થોડુંક જ બાકી રહ્યું છે ! - ૨

અજ્ઞાની જીવ થોડી સંપત્તિમાં પાગલ બની જાય છે. તેને યમરાજની સ્હેજ પણ ખબર પડતી નથી. જેને પડે છે તેનું મોઢું ભયથી ત્રાસી સુકાય જાય છે. તેને ખાત્રી થઈ જાય છે કે તેણે અત્યાર લગી અમૃતને બદલે અજ્ઞાનતાથી વિષ જ ખાયા કર્યું છે. - ૩

સાખી:  હું જ સર્જન છું, વિનાશ કરું છું, હું જ જલાઉં છું ને હું જ ખાય જાઉં છું, જલ થલમાં હું જ વ્યાપકપણે રમી રહ્યો છું તેથી મારું નામ નિરંજન છે.

૧. યુક્તિપૂર્વક ચાલવાળો ભગવાનનો ભક્ત ગણાય છે. આપણે ત્યાં ભગવાનનો ભક્ત એટલે ભોળો, ઓછું સમજનારો, મુફલિસ જેવો હશે એવી કલ્પના કરવામાં આવે છે. પરંતુ બારમાં અધ્યાયમાં ગીતામાં ભક્તનું લક્ષણ જણાવતા કહે છે કે
          વ્યથા તેમ તૃષ્ણા નથી, દક્ષ શુધ્ધ છે જે
          ઉદાસીન સંસારથી, પ્રિય છે મુજને તે.
દક્ષ એટલે ચતુર-હોંશિયાર. તે જાને છે કે ઈચ્છાઓ કરવાથી દુઃખની જ પ્રાપ્તિ થાય છે. તેથી તે ઈચ્છાઓ કરતો નથી અને દુઃખી પણ થતો નથી. તેને મનને ઈચ્છાઓ વિનાનું કરી દીધું હોવાથી તે શુધ્ધ મનવાળો ગણાય છે. શુધ્ધ મનવાળાને જ પરમાત્મ તત્વનો પરિચય થઈ શકે છે. સંસારને તે બરાબર સમજી લેતો હોવાથી તેમાં આસક્તિ સરતો નથી. તે પોતાનું પ્રારબ્ધ પુરેપુરી સમજદારીથી અને હોંશિયારીથી ભોગવે છે. તે સંસારમાં રહીને કર્મો કરે છે પણ તે કર્મો એને બંધનરૂપ થતાં નથી કારણ કે તેને કર્મ કરવાની કુશળતા પ્રાપ્ત કરી હોય છે. બીજા અધ્યાયમાં યોગ: કર્મસુ કૌશલમ એવું કહ્યું છે  તે આવા જ સંદર્ભમાં. સંસારમાં રહે છતાં તેનાં મનના સંસાર ન રહે તેવી યુક્તિનો યોગ કહ્યો છે. અ દ્ષ્ટીએ ભગવાન ભક્ત સાચો યોગી હોય છે. યુક્તિ એટલે પણ યોગ.

૨. સંસારી લોકો પણ પ્રપંચો કરે છે તેને પણ કબીર સાહેબ કટાક્ષમાં યુક્તિ જ કહે છે. તે પોતાની જાતને ખુબ જ હોંશિયાર માને છે. ને પૃથ્વીના પાર્થિવ પ્રાપ્ત કરવામાં એવો તો રચ્યો પચ્યો રહે છે કે તે પોતાની જતને ભૂલી જાય છે. ખરેખર તો મનુષ્યનું મહત્વ પોતાની જાતને ઓળખવામાં રહેલું છે. શરીરમાં પરમાત્મ તત્વ રહેલું છે ને તેનો પરિચય કરીને માનવ જન્મ કૃતાર્થ કરવો જોઈએ એવું સંતો વારંવાર કહે છે. પરંતુ પોતાની જાતને ભૂલી જનાર અ સત્યને પારખવામાં ઉણો ઉતરે છે. પરિણામે સદગુરુ કબીર સાહેબ જેવા અનુભવી સત્પુરુષોનો પણ તે લાભ લઇ શકતો નથી.

૩. 'થોર હિ સંપતિ' એટલે આત્મતત્વના પ્રમાણમાં તદ્દન અલ્પ, તુચ્છ એવી સંપત્તિ. બીજી દષ્ટિએ વિચારીએ તો ગમે તેટલી સંપત્તિ ભેગી કરવામાં આવે તો પણ સાચું સુખ મેળવવામાં તે થોડી પણ ઉપયોગમાં આવતી નથી. છતાં તેવી સંપત્તિ ભેગી કરવામાં મોંઘું માનવજીવન પુરુ થાય છે ને સાચા સુખ મેળવવાના હેતુથી સંપત્તિ ભેગી કરવાનો પ્રયત્ન આદરેલો પણ અંતે ખબર પડી જાય છે કે એતો ભ્રમ જ હતો. ખરેખર તો સુખને બદલે દુઃખ જ ભેગું કર્યું હોય છે.

૪. અગાઉની રમૈનીમાં કાળરૂપી પારધીના રૂપકથી કબીર સાહેબ આ જ વાત આપણને સમજાવી દીધી છે. કાળરૂપી પારધી તે જ અહીં નિરંજન. સામાન્ય રીતે આપણે યમરાજના નામથી પરિચિત છીએ. યમરાજને જ અહીં નિરંજનની પદવી આપી છે. અજ્ઞાની સમજવવા માટે કબીર સાહેબ આવી પરિભાષાણો ઉપયોગ કરતા લાગે છે. મૃત્યુનો ભય બતાવવાથી પણ જીવ પરમાત્મા તરફ અભિમુખ બને તો કલ્યાણકારી છે એવી એની પાછળ દષ્ટિ રહેલી છે.

English translation and commentary by Dr. Jagessar Das, M. D.
Dr. Jagessar Das, M.D. has published several books on the mystical teachings of Guru Kabir.  We highly appreciate his granting us permission to use the material from two of them: The Bijak of Guru Kabir, Volume - 1, Ramainis, and The Bijak of Guru Kabir, Volume - 2, Shabdas.


Meaning:
There are many sufferings. The world is a mine of sufferings. You will be saved only when you know God. Knowing God, if you follow the Satguru's teachings, then you will not fall into other traps. But man flits about from one method to another. Although I spoke with emphasis, no one heeded my words. People became involved with money, women, house and clothes. There is much wealth but life is short for enjoying them. Man's folly is that he gets intoxicated with his small amount of wealth and pays no attention to yama. Seeing the suffering inflicted by yama their faces wilt. They swallow the poison of the world mistaking it for nectar.

Sakhi: I create, I destroy, I burn and I devour; I pervade the water and the earth, and my name is Niranjan.

Commentary:
Religions of the world have followers because there are sufferings in the world. Religions endeavour to teach people a path of life which alleviates suffering and give them an understanding of God. People, however, do not pay attention to the spiritual injunctions given by their spiritual teachers, or by the scriptures. They are fickle-minded and they flit about from one method to another method in an effort to find solace for their troubled soul. God has spoken with emphasis through his saints but people generally do not follow the way of the saints. Instead, they are attracted to the worldly things, such as wealth, women, horse, clothing and other things, for indulgence of their senses. Life, however, is very short, and they have to leave all their material things behind. Being attracted by the things of the world, man rarely pays attention to approaching death. When death, however, is close at hand, his face wilts with fear and with thought that he will not be any more. In life they did not accept the nectar of God's words, but instead swallowed the poison of worldly attractions.

In the sakhi (God is speaking) God states that he creates, destroys, burns and devours. He pervades everywhere. In order to understand this sakhi it is necessary to understand that God is omnipresent and dwells everywhere in the universe at the same time. He is, thus, the Power which does everything in the universe and He does whatever man says that he does. It is not man who does anything but God does everything through man. Man is only the agent and God is the motive power which enables man to do anything.

In this ramaini Guru Kabir speaks on behalf of God.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,453
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,303
pdf-2અનંત સૂર | Anant Soor 8,889
pdf-3Amar Varso | અમર વારસો 7,248
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,492