કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧આદમ આદિ સુધી નહિ પાઈ, ૨મામા હવા કહાં તે આઈ ?
તબ નહિ હોતે તુરુક અરૂ હિન્દુ, માયા કે રૂધિર પિતા કે બિન્દુ - ૧
તબ નહિ હોતે ગાય કસાઈ, ૩તબ બિસમિલ્લહ કિન ફરમાઈ
તબ નહિ હોતે કુલ ઔ જાતિ, દોજક ભિસ્ત કવન ઉતપાતી - ૨
૪મન મસલે કિ ખબરિ ન જાના, મતિ ભુલાન ૫દુઈ દીન બખાના - ૩
સાખી : ૬સંજોગે કા ગુન રવૈ, બિનુ જોગે ગુન જાય
જિભ્યા સ્વાદ કે કારને, ક્રીન્હે બહુત ઉપાય
સમજૂતી
આદમની પોતાની ઉત્પતિ કેવી રીતે થઈ તેની જાણકારી થઈ નહીં તે જ રીતે આદમની પવિત્ર સ્ત્રી ક્યાંથી આવી તે કોણ જાણે છે ? સૃષ્ટિની શરૂઆતમાં ન હતી માતાની રજ કે ન હતી પિતાનું વીર્ય બિન્દુ, ન હતું કોઈ હિન્દુ કે ન હતું કોઈ મુસલમાન. - ૧
ત્યારે ગાય પણ ન હતી ને ખાટકી પણ ન હતો. બિસમિલ્લહ કહીને ત્યારે (જિવહિંસા) કરવાનું કોણે ફરમાવ્યું ? ત્યારે તો કોઈ કુળ કે જાતિ પણ ન હતી. સ્વર્ગ કે નરક તો પછી કોણે ઉત્પન્ન કર્યા ? - ૨
મનની આ કરામત કોઈએ જાણી નહીં અને પરિણામે બુદ્ધિ ભુલી પડી અને બે જુદા જુદા ધર્મના વખાણ કરવા લાગી !
સાખી : બે ભેગા થાય તો ગુણની વૃદ્ધિ થાય ને બે છુટા પડે તો ગુણોનો નાશ થાય. ખરેખર તો જીભના સ્વાદને કારણે જિવ હિંસા જેવા અનેક પ્રકારના ઉપાયો શોધી કાઢવામાં આવ્યા છે.
૧. આદમ એટલે સૃષ્ટિનો પહેલો માણસ જેને હિન્દુઓ બ્રહ્મા કહે છે. કબીર સાહેબ અહીં અન્ય ધર્મોમાં જે માન્યતાઓ પ્રવર્તે છે તેને ખ્યાલમાં રાખીને સૃષ્ટિની ઉત્પત્તિની ચર્ચા છેડે છે.
૨. એવું કહેવાય છે કે ખુદાએ આ પૃથ્વીની ધૂળમાંથી એક આદમને બનાવ્યો. તેના નાકમાં શ્વાસ ફૂંક્યો એટલે તે જીવતો પ્રાણવાળો થયો. ત્યારે પછી ખુદાએ તેને ઊંઘમાં નાંખી દીધો. ત્યારે ખુદાએ પોતાની હાથચાતુરીથી એક સરસ આકૃતિ બનાવી. તેને સ્ત્રીનું રૂપ આપ્યું. પછી તેને પેલા આદમ પાસે મોકલી. આદમ તેને જોઈને મોહિત થયો અને આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. ખરેખર આ બધી કલ્પનાઓ જ છે. કોઈને પોતાની શરૂઆત કેવી રીતે થઈ તેનું જ્ઞાન નથી.
૩. “બિસ્મિલ્લાહ અર્રહમાન અર્રરહિમ” આ મંત્ર છે. મુસલમાનો આ મંત્રનો ઉપયોગ કોઈની કતલ પહેલાં કરે છે. ગાયને કાપતા પહેલાં આ મંત્ર બોલવાથી પરમાત્મા કતલ કરનારને ક્ષમા આપી દે છે એવી એક ભ્રાન્ત માન્યતા રહેલી છે. ખરેખર તો સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા કોઈ હતું જ નહીં તો આ મંત્ર ક્યાંથી આવ્યો ? ભગવાને આ મંત્ર નથી આપ્યો પણ મનુષ્યે પોતાના પેટ ભરવાના ધંધા માટે આ મંત્રની શોધ કરી છે અને દુરાચાર આચરવામાં આવે છે.
૪. કુળ કે જાતિ, ગાય કે ખાટકી, હિંદુ કે મુસલમાન, સ્વર્ગ કે નરક એ સહુ મનની જ કલ્પનાઓ છે. સ્વાર્થાંધ માનવે પોતાના મનને મનાવવા માટે બધી કલ્પનાઓ કરી હશે. બાકી પરમાત્માએ આવા ભેદોનું સર્જન કર્યું નથી.
૫. ‘દુઈ’ એટલે બે. હિન્દુ ધર્મને મુસલમાન ધર્મ એવા બે ધર્મની વાતો માનવે પોતે સ્વાર્થ અને અહમ પોષ માટે ચાલુ કરી છે. ખરેખર ધર્મ તો એક જ હોય શકે અને તે માનવ ધર્મ.
૬. મન અનેક કલ્પનાઓ કરે ને બુદ્ધિ તેમાં ભૂલી પડે એ સ્થિતિ વિનાશની ગણાય. સંજોગે શબ્દ દ્વારા, સમ્યક પ્રકારે યોગ આચરવામાં આવે તો મન સંયમિત બની શકે છે ને બુદ્ધિ સર્જનાત્મક રીતે વિચારો કરી આત્મ વિકાસમાં આગળ વધી શકે છે તેનું અહીં સૂચન છે. જો સંયામત ન કરવામાં આવે તો વિનાશને માર્ગે માનવની ગતિ થાય છે. જીભના સ્વાદમાં લોલુપ માનવી નવા નવા તર્કો કરી પોતાના લક્ષ્યને કાઢે છે. ‘બિસ્મિલ્લાહ’ મંત્ર ખુદાએ માનવને આપ્યો છે એવું અસત્ય કથન માંસાહારી લોકો જ કરી શકે. ખુદા જીવાહંસાને પ્રોત્સાહન આપે એવું કોણ કલ્પના કરી શકે ?
Add comment