Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

દિન દિન જરઈ જરલ કે પાંઉ, ગાડે જાય ન ઉમગે કાઉ
કંધ ન દેઈ મસખરી કરઈ, કહુધૌં કવનિ ભાંતિ નિસ્તરઈ  - ૧

અકરમ કરઈ કરમકો ધાવૈં, પઢિ ગુનિ વેદ જગત સમુજાવૈં
છૂંછે પરે અકારથ જાઈ, કહંહિ કબીર ચિત ચેતહુ ભાઈ  - ૨

સમજૂતી

આધિ, વ્યાધિ ને ઉપાધિ રૂપી અગ્નિમાં દરરોજ જલતા હોવા છતાં દરેકના પગ તો અગ્નિમાં જ આગળને આગળ પડ્યા છે. પગો ત્યાં ખૂંપી ગયા હોવા છતાં તેમાંથી કોઈ નીકળવા ઈચ્છતું નથી. નીકળવા પ્રયત્નો કરે તો કોઈ સહાય કરતું નથી. ઉલટી ઠઠ્ઠા મશ્કરી કરે છે. ભલા તેવી સ્થિતિમાં જીવનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે ?  - ૧

ન કરવાના કર્મો કરીને કર્મની જળમાં ફસાતા રહે છે. પોતે વેદ વાંચી વાંચીને જગતને (ખોટું રહસ્ય) સમજાવ્યા કરે છે. પરિણામે તેઓના હાથમાં કાંઈ આવતું નથી. (મનુષ્ય જન્મ) વ્યર્થ જાય છે. માટે કબીર કહે છે કે હે જીવો !  હવે તો તમે ચેતો.  - ૨

૧. મનના અનેક પ્રકારના મનોરથોને પૂર્ણ કરવા લોકો ગડભાંજ કર્યા જ કરતા હોય છે. તેમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, મદ ઉદ્દભવ્યા જ કરે છે ને પરિણામે દુઃખ જ દુઃખનો અનુભવ કરે છે. છતાં તે લોકો તેમાંથી જાણે ઉગરવા જ ન માંગતા હોય તેમ મનોરથો વધારતા જ રહે છે ને દુઃખ રૂપી અગ્નિમાં બળતા જ રહે છે.

૨. “કંધ” એટલે કાંધ મારવી - સહાય કરવી. દયા ભાવથી પ્રેરાઈને કોઈ સંત તેવાને મદદ કરવા જાય તો સંતે અપમાન સહન કરવું પડતું હોય છે.

૩. મનના મનોરથો પૂર્ણ કરાવી આપનારા ઢોંગી ગુરૂઓનો ભેટો સ્હેજે થઈ જતો હોય છે ને લોકો તેઓની વાતમાં ફસાઈ જતા હોય છે. ખરેખર તેઓને કર્મ અને અકર્મનું જ્ઞાન જ નથી હોતું. તેઓ ન કરવાના કામો લોકો પાસે કરાવરાવે છે ને કર્મની જાળમાં ફસાવતા રહે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,260
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,606
pdf-2અનંત સૂર | Anant Soor 9,256
pdf-3Amar Varso | અમર વારસો 7,455
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,083