કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧બહુતક સાહસ કરુ જીય અપના, તિહિ સાહબ સોં ભેટ ન સપના
ખરા ખોટ નિજ નહિ પરિખાયા, ચાહત લાભ તિન મૂલ ગંવાયા - ૧
સમજિ ન પરૈ ૨પાતરી મોટી, ઓછે ગાંઠિ સભૈ ભૌ ખોટી
કહંહિ કબીર કેહિ દેહહુ ખોરી, જબ ચલિહૈ ઝિઝિ આસા તોરી - ૨
સાખી : ૩ઝીં ઝીં આસા મંહ લગે, જ્ઞાની પંડિત દાસ
પાર ન પાવહિ બાપુરે, ભરમત ફિરહિં ઉદાસ.
સમજૂતી
હે જીવ ! તું અનેક પ્રકારના સાહસિક પ્રયત્નો કર્યા કરે છે પણ તે સાહેબ તો તને સ્વપ્નમાં પણ મળ્યા નહીં. જે વિવેકજ્ઞાનથી ખરા ખોટાની તપાસ કરે નહીં તે લાભની ઈચ્છા કરતો હોવા છતાં મૂળ ધન પણ ગુમાવી દે છે. - ૧
હે જીવ ! સ્થૂથ અને સૂક્ષ્મ પ્રકારની માયામાં તને સમજ પડી નહીં અને અધૂરા જ્ઞાની સાથે સંબંધ જોડી તેં બધું જ ખરાબ કરી દીધું. તેથી કબીર કહે છે કે જ્યારે તું સૂક્ષ્મ પ્રકારની મનમાં છુપાયલી આશા અતૃપ્ત રાખી ચાલ્યો જશે ત્યારે કોણે દોષિત ગણશે ? - ૨
સાખી : મોટા મોટા જ્ઞાનીઓ અને પંડિતો ઝીણી ઝીણી વાસનાઓમાં જ મગ્ન રહે છે અને તેઓ સંસાર પાર કર્યા વિના નિરાશ થઈને અહીં તહીં ભટક્યા કરે છે !
૧. કોઈના કહેવાથી પુરુષાર્થ ખૂબ કરવામાં આવે તો પણ તે નકામો છે. સમજ્યા વિના કોઈ ક્રિયા કરવી જ જોઈએ. સમજપૂર્વકની મહેનત હમેશા ફાળે છે.
૨. વાસનાથી અંતઃકરણ ભરેલું હોય છે. તેમાં કેટલીક સ્થૂળ વાસના હોય છે તો કેટલીક સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ વાસનાની સમજ સદ્દગુરુ પાસેથી જ મળી શકે. અધૂરા જ્ઞાની વડે આખો ભય બગડે છે.
૩. આતમોપનિષદ્દમાં કહ્યું છે કે રામ ક્રોધાદિ દુર્ભાવોથી મન અશુદ્ધ થઈ જાય પછી જે કાંઈ મેળવેલું બ્રહ્મજ્ઞાન હોય તે પણ નાશ પામે છે. તેથી સૂક્ષ્મ પ્રકારની વાસનાઓથી હંમેશ સાવધાન રહેવું જરીરી છે.
Add comment