કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
રામ તેરી માયા દુંદ મચાવવૈ !
ગતિ મતિ વાકી સમુઝિ પરૈ નહિ, સુર નર મુનિહિ નચાવૈ - ૧
કા સેમર કે સાખા બઢાયે, ફૂલ અનુપમ માની
કેતિક ચાત્રિક લાગિ રહે હૈ, રાખત રુવા ઉડાની - ૨
કાહ ખજૂર બઢાઈ તેરી, ફળ કોઈ નહીં પાવૈ
ગ્રીષમ રિતુ જબ આય તુલાની, છાયા કામ ન આવૈ - ૩
અપને ચતુર અવરકો સિખવૈ, કનક કામિનિ સયાની
કહંહિ કબીર સુનહુ હો સંતો, રામ ચરન રતિ માની - ૪
સમજૂતી
હે પ્રભુ ! તમારી માયા તો (ભારે) તોફાન મચાવે છે. એની ગતિ વિધિની કોઈને ખબર પડતી નથી. દેવો, મનુષ્યો ને મુનિઓને તો એ નચાવ્યા કરે છે. - ૧
શીમળાની ઝાડની ડાળીઓ વધાર્યાથી શો લાભ ? એના ઉપર લાગતા ફૂલોને અનુપમ ગણવાથી પણ શો લાભ ? કેટલા બધા ચાતક જેવા પક્ષીઓ એને ખાવા મંડી રહે છે ! જેવું ચાખવા જાય છે તેવું જ ચોગદરમ રૂ ઉડે છે. - ૨
હે ખજૂરના ઝાડ ! તારી ઊંચાઈ પણ શા કામની ? તારું ફળ કોઈ ખાય શકતું નથી. જ્યારે ઉનાળો આવે છે ત્યારે તારી છાયાનો લાભ પણ લઈ શકાય નહીં. - ૩
સોનુ અને સ્ત્રી ચતુર ગણાય છે. તેઓ ચતુરાઈ બીજાને પણ શીખવે છે. તેથી કબીર કહે છે કે સંતો, સાંભળો (વિચારો) રામના ચરણમાં પ્રેમ રાખવાથી એમાંથી બચી જવાશે. - ૪
ટિપ્પણી
“કનક કામિની સયાની” - સોનુ ધારણ કરનાર પુરુષ દેખાતી સ્ત્રી એકમેકને ચતુર ગણાવે છે. કારણ કે સોનું જોઈને લોભ જાગૃત થાય છે ને સ્ત્રીને જોઈને કામ. લોભ ને કામ એકમેકને જોઈને દેખાદેખીથી વધ્યા પણ કરે છે.
“રામ ચરન રતિ માની” - શું સગુણ-સાકાર રામ કે નિર્ગુણ નિરાકાર રામ ? ચરણ તો સગુણ સાકરના જ હોય શકે ! તેથી અહીં કયા રામ સમજવા ? અહીં ધ્રુવપંક્તિમાં માયા શબલિત રામનો ઈશારો છે તે યાદ કરવો જરૂરી છે.
Add comment