કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
રામુરાય ઝી ઝી જંતર બાજૈ, કર ચરન બિહૂના નાચૈ - ૧
કર બિનુ બાજૈ સુને સ્ત્રવન બિનુ, સ્નવન સરોતા સોઈ
પાટન સુવસ સભા બિનુ અવસર, બૂઝહૂ મુનિજન લોઈ - ૨
ઈન્દ્રિ બિનુ ભોગ સ્વાદ જિભ્યાબિનુ, અચ્છય પિંડ બિહુના
જાગત ચોર મંદિલ તહં મુસૈ, ખસમ અછત ઘર સૂના - ૩
બિજ બિનુ અંકુર પેડ બિનુ તરિવર, બિનુ ફૂલે ફલ ફરિયા
બાંઝકી કોખ પુત્ર અવતરિયા, બિનુ પગ તરિવર ચઢિયા - ૪
મસિ બિનુ દ્યાત, કલમ બિનુ કાગદ, બિનુ અચ્છર સુધિ હોઈ
સુધિ બિનુ સહજ જ્ઞાન બિનુ સાતા, કહંહિ કબીર જન સોઈ - ૫
સમજૂતી
હે જીવ ! (તારી શક્તિથી જ) આ શરીર રૂપી યંત્રમાં સૂક્ષ્મ પ્રકારે સ્વરો ગુંજી રહ્યા છે. હાથ પગ વગરનું (મન) નાચ્યા કરતું જણાય છે ! - ૧
(તારામાં રહેલ) આકાર વિનાનું અવિનાશી તત્વ ઈન્દ્રિયો વિના ભોગ કરે છે, જીભ વિના સ્વાદ ચાખી લે છે. તું જાગતો જણાય છતાં તારી અંદર (દુર્ગુણોરૂપી) ચોર તો ચોરી કર્યા જ કરે છે. (તારામાં અવિનાશી તત્વ રૂપી) સ્વામીનો વાસ હોવા છતાં મનનું પ્રભુત્વ હોવાથી તે (નિષ્ક્રિય બની જવાને કારણે) ઘર સૂનુ સૂનુ લાગે છે. - ૩
તેથી હે જીવ ! (કર્મ રૂપી) બિજ વિના (વાસના રૂપી) અંકુર તને ફૂટતા જણાય છે, મળ વિના (સંસાર રૂપી) વૃક્ષ મોટું થતું દેખાય છે અને ફૂલ વિના ફળ ફળતાં જણાય. વાંઝણીને કૂખે (મન રૂપી) પુત્ર જન્મે છે અને તે પગ વિના (સંસાર રૂપી) વૃક્ષ પર આરૂઢ થઈ જાય છે. - ૪
માટે કબીર કહે છે કે તે ભક્ત સાચો જ્ઞાની થઈ શકે છે જે કોઈ પણ બાહ્ય જ્ઞાનના આધાર વિના સહજ રીતે પોતાના સ્વરૂપમાં મનને જોડી દે છે. કારણ કે પોતાના ચેતન સ્વરૂપની પ્રતીતિ તો સ્યાહી, ખડિયો, કલમ, કાગળ અને બાહ્ય શાસ્ત્રના જ્ઞાન વિના થઈ જાય છે. - ૫
Add comment