કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કોઈ રામ રસિક રસ પીય હુગે, પીયહુગે જુગજીવહુગે - ૧
ફળ લંકૃત બીજ નહિ બકલા, સુખ પંછી તહં રસ ખાઈ
ચુવૈ ન બુંદ અંગ ભીજૈ, દાસ ભંવર સભ સંગ લાઈ - ૨
નિગમ રિસાલ ચારિફલ લાગે, તિનિમંહ તિનિ સમાઈ
એક દૂરિ ચાહૈં સભ કોઈ, જતન જતન કાહુ બિરલે પાઈ - ૩
સમજૂતી
જે રામરસિક રામરસને પીશે તે જુગ જુગ સુધી જીવશે. - ૧
એ તો સુંદર રામ ફળ છે જેમાં નથી ગોટલી કે નથી છાલ. શુકદેવ જેવા સાધકરૂપી પક્ષીઓ તેને ખાય છે. ભગવાનના ભક્ત રૂપી ભમરાઓ સાથે મળીને તેને ખાય છે છતાં તેમાંથી નથી એક બૂંદ પણ ટપકતું કે નથી શરીર પણ ભીંજાતું ! - ૨
વેદાદિ શાસ્ત્રો રૂપી વૃક્ષની ઉપર ધર્મ, અર્થ, કામ ને મોક્ષ રૂપી ચાર ફળ તો લાગ્યા હોય છે. તેમાંથી ત્રણ તો સંસારમાં સમાય જતા હોવાથી નાશવાન છે. ચોથું એકતો બહુ દૂર લાગ્યું છે કે જેને સૌ કોઈ પ્રાપ્ત કરવા ઈચ્છે છે પરંતુ કોઈ વિરલા જ ખૂબ મહેનતથી મેળવી શકે. - ૩
Add comment