Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ભાઈ રે બિરલે દોસ્ત હમારે, બહુત બહુત કા કહિયે
ગઠન ભજન સંવારન આપે, રામ રાખે ત્યૌં રહિયે  - ૧

આસન પવન જોગ શ્રુતિ સ્મૃતિ, જ્યોતિષ પઢિ બૈલાના
છૌ દરસન પાખંડ છાનવે, એકલ કાહુ ન જાના  - ૨

આલમ દુની સકલ ફિરિ આયો, યે કલ જિઉહિ ન આના
તજી કરિગહ જગત ઉચાયો, મનમંહ મન ન સમાના  - ૩

કહંહિ કબીર જોગી ઔ જંગમ, ફીકી ઈનકી આસા
રામહિ નામ રટ જૌ ચાત્રિક, નિસ્ચૈ ભગતિ નિવાસા  - ૪

સમજૂતી

હે ભાઈઓ વધારે તો શું કહિયે ?  અમારા (સત્સંગી) દોસ્ત તો વિરલ પુરુષ જ હોય છે !  સ્વયં પરમાત્મા ઉત્પત્તિ, સ્થિતિનો સંહાર કરે છે તેથી રામ રાખે તેમ રહેવાની ટેવ પાડવી જોઈએ.  - ૧

ઘણાં તો આસન લગાવી પ્રાણવાયુ ઉપર ચઢાવી યોગ ક્રિયા કરે છે તો કેટલાક શ્રુતિ અને સ્મૃતિ તથા જ્યોતિષ વાંચી બળદના જેવા અભિમાની બની જાય છે. દર્શનના વાંચનારા અને છન્નુ પ્રકારના પાખંડો ધારણા કરવાવાળા અભિમાનમાં છકી જાય છે. પરંતુ તેના રહસ્યને કોઈએ જાણ્યું નથી.  - ૨

આખા સંસારમાં ફરીને જીવ આવ્યો પરંતુ એકત્વનું રહસ્ય તો જાણ્યું નહીં. કરિગહ રૂપી શરીરને છોડી આખા સંસારને માથા પર ઉઠાવી લીધો છે. છતાંય મનમાં મન તો સમાયું જ નહીં !  - ૩

કહંહિ કબીર જોગી ઔ જંગમ, ફીકી ઈનકી આસા
રામહિ નામ રટ જૌ ચાત્રિક, નિસ્ચૈ ભગતિ નિવાસ  - ૪

ટિપ્પણી

“બિરલે દોસ્ત હમારે” - અહંતા-મમતાના ભ્રમયુક્ત ઘરોને ભસ્મીભૂત કરનાર જ કબીર સાહેબના સાચા મિત્ર બની શકે !

“તજી કરિગહ” - ઘરનો વ્યવહાર છોડી આખા જગતની ચિંતા કરનાર જીવ કેવી રીતે શાંતિ પ્રાપ્ત કરી શકે ?  તેનું મન તો દૂન્યવી વય્વ્હારોમાં કલુષિત થઈ જતું હોય છે. રાગ દ્વેષાદિ દ્વંદ્વોમાં સપડાતું જતું હોય છે.

“ચાત્રિક” - ચાતક પક્ષી. ધ્યેયની સિદ્ધિ માટે તપશ્ચર્યા કરનારનું જાણે કે પ્રતીક. ચાતક પક્ષીની માફક હૃદયમાં રામનામની એક જ રટણા નિત્ય થતી રહે તો સાચી ભક્તિનો ઉદય થયો ગણાય.