કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બુઝ બુઝ પંડિત મન ચિત લાય, કબહું ભરલિ બહે કબહું સુખાય - ૧
ખન ઉખે, ખન ડૂબે, ખન ઔગાહ, રતન નમિલૈ પાવૈ નહિ થાહ - ૨
નદિયા નહીં સસરી બહૈ નીર, માછન મરૈ કેવટ રહૈ તીર - ૩
પોખરિ નહિ બંધલી તહં ઘાટ, પુરઈનિ, નહિ કંવલ મેં બાટ - ૪
કહંહિ કબીર ઈ મન કા ધોખ, બૈઠા રહૈ ચલન ચહ ચોખ - ૫
સમજૂતી
હે પંડિતો, મન તથા ચિત્તને વારંવાર સમજવા પ્રયત્ન કરો. ક્યારેક તે ભરપૂર પ્રવાહે વહે છે તો ક્યારેક તે સુકાય પણ જાય છે. - ૧
ક્ષણમાં ઉપર તો ક્ષણમાં નીચે ડૂબી જાય છે અને ક્ષણમાં અવગાહન કરે છે. તો પણ તેને સાચા સુખનું મોટી પ્રાપ્ત થતું નથી. - ૨
(નદી તો બહારના પાણીથી વહેતી હોય છે તેથી) આ મનની નદીને નદી ન કહેવાય. એ તો સતત વહ્યા જ કરતી હોય છે. એમાં બહારથી પાણી આવતું નથી. એમાં માછલાં મરતાં પણ નથી અને જીવ રૂપી કેવટ તો કિનારા પર જ બેસી રહે છે. - ૩
તેવી જ રીતે તે તળાવ પણ નથી છતાં તેને ફરતે બાંધી દેવામાં આવ્યું છે. તેમાં કમળની વેલ નથી છતાં પણ કમળમાં પ્રવેશવા (ભમરાની માફક) પ્રયત્ન કર્યા કરે છે. - ૪
માટે કબીર કહે છે કે આ તો મનનો ભ્રમ છે. તે બેસી રહીને જ સિદ્ધિ સ્થાને પહોંચી જવા માંગે ચ છે. - ૫
ટિપ્પણી
“બૈઠા રહૈ ચલન ચહ ચોખ” - ચોખ એટલે સીધેસીધો. વિના મહેનતે મેળવવાની મનોવૃત્તિ મનુષ્યનો ઉદ્ધાર થવા દેતી નથી તેનો અહીં ગર્ભિત ઈશારો છે. પોતે બેઠો રહે કે સૂતો રહે પણ સીધા જ લક્ષ્યને પ્રાપ્ત કરવાની જીવની અભિલાષા કદી ફળીભૂત થતી નથી.
 
																										
				
Add comment