કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
વહિ બિરવા ચિન્હૈ જો કોય, જરા મરન રહિતે તન હોય - ૧
બિરવા એક સકલ સંસારા, પેડ એક ફૂટલ તીનિ ડારા - ૨
મધ્યકિ ડારી ચારિ ફલ લાગા, સાખા પત્ર ગિનૈ કો વાકા - ૩
બેલિ એક ત્રિભુવન લપટાની, બાંધે તે છૂટૈ નહિ જ્ઞાની - ૪
કહંહિ કબીર હમ જાત પુકારા, પંડિત હોય સો લેહુ બિચારા - ૫
સમજૂતી
તે સંસાર રૂપી વૃક્ષને જે કોઈ સારી રીતે જાણી લે છે તેનું શરીર ઘડપણ ને મરણ વિનાનું થઈ જાય છે. - ૧
તે એક સંસારનું વિશાળ વિશ્વવૃક્ષ ગણાય કે જેને ત્રિગુણાત્મક બ્રહ્મા, વિષ્ણુ ને મહેશની ત્રણ ડાળીઓ ફૂટી નીકળી છે ! - ૨
તેની વચલી ડાળી વિષ્ણુના સત્વગુણવાળી હોવાથી તેને ચાર ફલ લાગ્યા છે. બાકી તેને કેટલી શાખા છે ને પાંદડાઓ છે તે કોણ ગણી શકે ? - ૩
ત્રણે લોકમાં આશા રૂપી વેલી તે વૃક્ષને વીંટળાઈને રહેલી છે ! જ્ઞાની પુરુષો પણ તેના બંધનથી છૂટી શક્યા નથી ! - ૪
કબીર કહે છે કે અમે તો પોકારી પોકારીને કહીએ છીએ (પણ અમારા શબ્દો પર કોઈ વિચાર કરતું નથી) જે બુદ્ધિશાળી હોય તે વિચાર કરી લે ! - ૫
 
																										
				
Add comment