Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સાંઈ કે સંગ સાસુર આઈ
સંગ ન સૂતી સ્વાદ ન માની, ગૌ જૌવન સપને કા નાંઈ - ૧

જના ચારી મિલી લગન સુધાયો, જન પાંચ મિલિ માંડો છાયો
સખી સહેલરી મંગળ ગાવૈ, દુઃખ સુખ માથે હરદિ ચઢાવૈં - ૨

નાના રુપ પરિ મનભાંવરી, ગાંઠી જોરિ ભઈ પતિયાઈ
અરધા દે લૈ ચલી સુવાસિની, ચૌકે રંડ ભઈ સંગ સોઈ - ૩

ભયો બિવાહ ચલી બિનુ દુલહ, બાટ જાત સમધી સમુજાઈ
કહૈં કબીર હમ ગૌને જૈબે, તરબ કંતલે તૂર બજાઈ - ૪

સમજુતી

ચિતિશક્તિ પોતાના પતિ આત્મદેવ સાથે સાસરે આવી પણ પત્ની સાથે સૂતી નહિ અને આનંદ સ્વાદ ચાખ્યો પણ નહિ !  જુવાની તો એમ જ સ્વપ્નની માફક ચાલી ગઈ ! - ૧

(મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર) ચાર જણાએ મળીને લગ્નનું મુહૂર્ત જોયું અને પંચ મહાભૂતોએ મંડપ તૈયાર કર્યો. (ઈન્દ્રિયો રૂપી) સખી સહેલીઓએ મંગલ ગીતો ગાવા માંડયાં ને સુખદુઃખ રૂપી પીઠી તેના માથા પર લગાલવા માંડી. - ૨

વસ્ત્ર સાથે ગાંઠ બાંધીને નવા પતિ સાથે તે જુદા જુદા સ્વરૂપે ફેરા ફરવા લાગી !  કર્મકાંડની વિધિઓ રૂપી સ્ત્રી પાણીનું અર્ઘ્ય આપતી લગ્નની વેદી સુધી લાવી અને તે ત્યાં જ વિધવા બની ગઈ ! - ૩

નવી પરણેલી આ સ્ત્રી (વિધવા થઈ હોવા છતાં) પતિ વિના સાસરે જવા લાગી. રસ્તામાં બુદ્ધિશાળી સંતગુરુઓનો ઉપદેશ સાંભળ્યો ત્યારે કબીર કહે છે કે તે કહેવા લાગી હવે હું સાસરે જઈશ અને તૂર બજાવતાં બજાવતાં સંસાર સાગર તરી જઈશ. - ૪

ટિપ્પણી

"ચૌકે રંડ ભઈ સંગ સોઈ" - પોતાના સ્વરૂપ તરફ પ્રીતિ ન કરી પણ અન્ય દેવીદેવતાની પ્રીતિ વધી. પરિણામે તેવા દેવી દેવતા મિથ્યા નીવડયા ત્યારે પોતે સ્વામી વિનાની થઈ તેવું ભાન પ્રગટયું. મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી પોતાના આત્મસ્વરૂપ સિવાય બીજો કોઈ ઈશ્વર છે એવી ભ્રામક માન્યતાથી ઈશ્વરની ભક્તિ કરવાની ટેવ પડે છે. બહાર બધે બધ ઈશ્વરને શોધવા પણ પ્રયત્ન કરે છે. પરંતુ જીવને તેવા ઈશ્વરની ભેટ કદી થતી જ નથી. સંસાર સાગર તરી જવાશે તેવી ખોટી આશામાં ને આશામાં જીવન તો પૂરું થઈ જાય છે. ઈશ્વર રૂપી પતિ ન મળ્યાથી વિધવાપણાનું દુઃખ તે અનુભવે છે.
"ભયો બિહાવ ચલી બિનુ દુલહ" - સમધિ એટલે જેની પ્રજ્ઞા સ્થિર થઈ છે તેવા ગુરુ. રસ્તામાં મહાપુરુષ ભેટો થઈ જાય છે ત્યારે સાચું માર્ગદર્શન મળે છે. પોતાનો સ્વામી તો પોતાની પાસે જ હતો. અજ્ઞાનતાથી બીજાને સ્વામી માનીને જીવન વીતાવ્યું. હવે ભાન થયું કે સ્વરૂપનું કે અનુસંધાન કરવાથી જ પરમ સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ અંતકાળ તો આવી લાગ્યો. ગુરુ કહે છે ડર નહિ. જેટલો પણ સમય મળે તેટલા સમયનો સદુપયોગ કરી આત્મકલ્યાણ કરી લે.

English translation and commentary by Dr. Jagessar Das, M. D.
Dr. Jagessar Das, M.D. has published several books on the mystical teachings of Guru Kabir.  We highly appreciate his granting us permission to use the material from two of them: The Bijak of Guru Kabir, Volume - 1, Ramainis, and The Bijak of Guru Kabir, Volume - 2, Shabdas.

Meaning:
The bride went with her husband to her father-in-law's home;
She did not sleep with her husband nor enjoyed the pleasure of his company; her youth vanished like a dream;
Four people fixed the auspicious wedding date, and five of them prepared the wedding place.
All the friends sang the wedding songs, and placed the yellow turmeric paste of suffering and happiness on the head.
In many forms the mind circumambulated the wedding place, and tying the knot she became a loving wife.
The ceremonial water was poured and she looked beautiful;
But on the very wedding seat she became widowed at her husband’s side;
The wedding was performed but she went without her bridegroom;  on the way her father-in-law tried to console her;
Kabir says the next time she goes to her husband she will embrace him, and will play beautiful music.

Commentary:
In this allegorical shabda Guru Kabir symbolizes the soul as the bride and God as the husband. He uses the imagery of a wedding to symbolize the formation of the body in which the soul dwells. But after the wedding the bride is left as a widow and is then sorrowful. The father-in-law who here represents a true guru then consoles her. The soul then says that next time she will go to her husband’s place and by his side will play beautiful music, which means that she will gain salvation.

Guru Kabir is himself speaking as the bride, which is one of the marks of many mystical saints. They feel that they are the brides of God. The soul, though wedded to God, does not enjoy the pleasures of such union because of distractions of the mind and the pursuit of other things in life. While engaged in these pursuits, youth vanishes just as a dream. The four people who decided the auspicious date are the mind, intellect, consciousness, and ego. This body is composed of the five elements of earth, water, fire, air, and ether. These five elements prepare the wedding place, which actually is the body. The friends are the five sense organs that sing their various types of music i.e. engaged in the pleasures of the world. But they often create suffering. The mind itself circumambulates and this is symbolic of the bride and groom walking around the sacred wedding place. The circumambulation is between birth and death, and all the activities of life. The tying of the wedding knot is the union of the soul and God. The water that is poured ceremonially represents the passions that assail the mind, and then causes a separation between the soul and God. It is thus that at the very wedding seat the bride becomes widowed while her husband God is still present. Having thus been widowed or separated from God, the bride departs in sorrow. But the father-in-law who is the true guru then instructs the bride in the proper way of leading a spiritual life and realizing union with God the husband. Guru Kabir thus states that when he, as the bride (soul), will go to her husband (God) then he will embrace the husband and will play beautiful music. This means that he will be liberated from all sorrows and will then live in happy union with God.

The soul is never separated from God but, due to distractions of the world and the various sense organs and the mind, a person loses contact with God and suffers. With proper instruction and guidance the person realizes the soul’s unity with God and lives happily.