Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નલ કો ઢાઢસ દેખહુ આઈ, કછુ અકથ કથા હૈ ભાઈ - ૧

સિંધ સાર્દુલ એક હર જોતિન, સીકસ બોઈન ધાના
બનકો ભલુઈયા ચાખુર ફેરૈ, છાગર ભયે કિસાના  - ૨

કાગા કાપર ધોવન લાગે, બગુલા ખિરપૈ દાંતે
માંખી મૂંડ મૂંડવાન લાગે, હમહૂ જાઈવ બરાતે  - ૩

છેરી બાધહિં વ્યાહ હોત હૈ, મંગલ ગાવહિં ગાઈ
બનકે રોઝ ધૈ દાઈઝ દીન્હૌ, ગોહ લોકંદૈ જાઈ  - ૪

કહંહિ કબીર સુનહુ હો સંતો, જો યહ પદ અરથાવૈ
સોઈ પંડિત સોઈ જ્ઞાતા, સોઈ ભગત કહાવૈ  - ૫

સમજૂતી

હે ભાઈઓ, અજ્ઞાની લોકોનું સાહસ આવીને જુઓ, કંઈ વાત કરવા જેવી નથી !  - ૧

(ઢોંગી ગુરુ રૂપી) બકરો ખેડૂત બની બેઠો અને તેને એક જ હળમાં સિંહ અને વાઘને સાથે જોતરીને ખારપાટ જમીનમાં અનાજનું બી ઓરી દીધું !  (સંસારરૂપી) વનમાં કાયમ રહેવાવાળી (વાસનારૂપી) દાતરડીથી નીંદામણનું કામ કરવા લાગ્યા.  - ૨

(ઢોંગી ગુરુ રૂપી) કાગડો જાતે (શિષ્યોના અંતઃકરણ રૂપી) કપડાં ધોવા લાગ્યો. (કપટી સાધુ રૂપી) બગલો આનંદમાં આવી દાંત કચકચાવા લાગ્યો. મલિનવૃત્તિવાળા લોકો જેવી માંખી પોતાનું માથું મુંડાવવા લાગી અને અમે પણ જાનમાં જઈશું એમ કહેવા લાગી !  - ૩

(માયા રૂપી)  બકરીનો (જીવ રૂપી) વાઘ સાથે વિવાહ થાય છે ત્યારે (ઈન્દ્રિયો રૂપી) ગાય લગ્નમાં મંગલ ગીત ગાવા લાગી. (ચિત્તવૃત્તિ રૂપી) જંગલી રોઝને દહેજ તરીકે આપી (અહંકાર રૂપી) જાનવર કન્યાને ડોલીમાં બેસાડી ચાલવા લાગ્યું ત્યારે કુબુદ્ધિ રૂપી દાસી સેવા કરવા જવા લાગી.  - ૪

કબીર કહે છે કે સંતજનો સાંભળો, જે કોઈ આ પદનો અર્થ કરી બતાવશે તે જ પંડિત, તે જ જ્ઞાની અને તે જ ભક્ત કહેવાશે !  - ૫

ટિપ્પણી

“સોઈ પંડિત .... ભગત કહાવૈ” - માત્ર શાસ્ત્ર ગ્રંથોને કંઠસ્થ કરી લેનાર પંડિત ન કહેવાય, મોટા મોટા ભાષણો કરનાર ભક્ત ન કહેવાય. પણ જે પોતાના સ્વરૂપને સમજવા કે જાણવા પ્રયત્ન કરે તે સાચો પંડિત, સાચો જ્ઞાની ને સાચો ભક્ત. ગીતા માર્ગદર્શન આપતાં કહે છે :

સ્પર્શ જન્ય ભોગો બધાં, આદિ અને અંતે,
દુઃખ આપતા ત મહીં, જ્ઞાની ના જ રામ. (અ-૫/૨૨)

આત્માને સૌ જીવમાં, આત્મામાં સૌ જીવ,
યોગી જુએ હંમેશ એ સમદર્શીની રીત.  (અ-૬/૨૯)

તુષ્ટ રહે પ્રારબ્ધથી, સુખેદુઃખે ન ડગે,
સંગ તજે, સમતા ધરે, ના બંધાય જગે.  (અ-૧૨/૧૭)