કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ના હરિ ભજૈ ન આદતિ છૂટી
સબ્દહિં સમુજી સુધારત નાહીં, અંધરે ભયહુ હિયહુકી ફૂટી  - ૧
પાનીમાંહ પખાનકી રેખા, ઢોંકત ઉઠૈ ભભૂકા
સહસ ઘડા નિત ઉઠિ જલ ઢારૈ, ફિરિ સૂખેકા સૂખા  - ૨
સીતૈ સીતસીત અંગ ભૌ, સૈનિ બાઢિ અધિકાઈ
જો સનિપાત રોગિયહિં મારૈ, સો સાધુન સિધિ પાઈ  - ૩
અનહદ કહત જગ વિનસૈ, અનહદ સિષ્ટિ માની
નિકટ પયાના જમપુર ધાવૈ, બોલૈ એકૈ બાની  - ૪
સતગુરુ મિલૈ બહુત સુખ લહિયે, સતગુરુ શબ્દ સુધારૈ
કહંહિ કબીર સો સદા સુખારી, જો યહ પદહિં  બિચારૈ  - ૫
સમજૂતી
આ જીવ નથી હરિને ભજતો કે નથી પોતાની કુટેવ છોડતો ! નથી મારા શબ્દો સમજતો કે નથી પોતાની જાતને સુધારતો ! એ આંધળો થઈ ગયો છે, એની હૃદયની આંખ ફૂટી ગઈ છે. - ૧
પથ્થરની ટૂકડો પાણીમાં નાંખવામાં આવે તો પણ ભીંજાતો નથી. તેને બહાર કાઢી ઘસવામાં આવે તો તેમાંથી અગ્નિના તણખા પેદા થાય છે. હજારો પાણીથી ભરેલા ઘડા તેના પર નાંખ્યા કરો તો પણ તે હમેશા સૂકો જ રહે છે ! - ૨
જો તાઢિયો તાવ આવે ને ઠંડા પદાર્થો ખવડાવવામાં આવ તો તેનું અંગ ઠંડુ જ પડી જાય છે ને ત્રિદોષ થઈ જાય છે. તેમાં સનેપાતથી દર્દી મારી જાય છે તેમ સાધુ લોકો પણ સિદ્ધિઓ રૂપી સનેપાતથી યમરાજના ફંદામાં ફસાય છે. - ૩
માત્ર અસીમ પરમાત્માનું નામ બોલી બોલી આખો સંસાર જન્મમરણના ચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી. તે ફરીથી સંસારમાં જ જન્મ લે છે. પ્રયાણ કાળ નજીક આવી ગયો હોવા છતાં તે મોઢેથી ભગવાનનું નામ લેતો (ને અંદરથી વિષયોને સેવતો) યમપુરી તરફ દોડતો જઈ રહ્યો છે ! - ૪
સાચા સદ્દગુરુના મિલનથી અનંત સુખની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે તે શાસ્ત્રવાણીમાં પ્રવેશેલા દોષોના પરિહાર કરી વાણીને શુદ્ધ બનાવે છે. માટે કબીર કહે છે જે આ પદનો અર્થ સમજી વિચારશે તે સદકાળને માટે અનંત સુખને પ્રાપ્ત કરશે. - ૫
ટિપ્પણી
“અનહદ કહત ....  બોલૈ એકૈ બાની” - સરખાવો શબ્દ - ૪૦
‘પંડિત બાદ બડે સોજૂઠા !
રામ કહૈ જગત ગતિ પાવૈ ખાંડ કહે મુખ મીઠા’
 
																										
				
Add comment