કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
માઈ મૈં દૂનૌ કુલ ઉજીયારી - ૧
સાસુ નનદિ પટિયા મિલિ બંધલૌં, ભૈસુરહિ પરલૌં ગારી
જારોં માંગ મૈં તાસુ નારી કા, સરવર રચલિ ધમારી - ૨
જના પાંચ કોળિયા મિલિ રખલૌં, અવર દુઈજો ચારી
પાર પરોસિની કરૌં કલેયા, સંગહિ બુધિ મહતારી - ૩
સહજે બપુરે સેજ બિછાવલ, સુતલી મૈં પાંવ પસારી
આઉં જાઉં મરૌ નહિ જીવૌં, સાહબ મેટ લગારી - ૪
એક નામ મૈં નિજુકૈ ગહલૌં, તે છૂટલી સંસારી
એક નામ મૈં બદિ કૈ લેખૌં, કહંહિ કબીર પુકારી - ૫
સમજૂતી
હે મા ! મેં તો બંને કુળોને ઉજવળ કર્યા છે. - ૧
મેં તો સાસરે જઈને સૌ પ્રથમ તો (માયા રૂપી) સાસુને તથા (કુમતિરૂપી) નણંદને ખાટલાના પાયા સાથે બાંધી દીધાને જેઠને તો ગાળ આપીને બોલતા બંધ જ કરી દીધા. જેને મારી સાથે બળાત્કારથી લડાઈ માંડેલી તે અવિદ્યા રૂપી સ્ત્રીને તો મેં વિધવા જ બનાવી દીધી. - ૨
પંચ જ્ઞાન્દ્રિયોને રાગ દ્વેષ બંનેને તથા ચાર અંતઃકરણને મેં પેટમાં રાખી લીધા છે. વ્યસનો ને કુટેવો રૂપી પડોસણનો તો હું ભોગ કરી જાઉં છું. બુદ્ધિને તો હું મારી બીજી મા માનું છું. તેથી તો તો મારી સાથે જ રહે છે.
બિચારા મારા પતિએ તો મારે માટે પથારી પાથરી દીધી હોય છે તેના પર હું પગ પહોળા કરી સૂઈ જાઉં છું. હવે હું નથી આવતી નથી કે નથી જતી; નથી જન્મતી કે નથી મરતી ! સદ્દગુરુ સાહેબે તો યમરાજ સાથેનો સંબંધ મિટાવી દીધો છે. - ૪
કબીર પોકારીને પ્રતિજ્ઞાપૂર્વક કહે છે કે ચેતન સ્વરૂપને મારું પોતાનું માનીને તે નામ ગ્રહણ કરી લીધું છે, જેથી મારો સંસારથી છૂટકારો પણ થયો છે, તેને જ હું તો મોક્ષપદ ગણું છું. - ૫
Add comment