કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જોગિયા ફિરિ ગયો નગર મંજારી, જાય સમાન પાંચ જહાં નારી - ૧
ગયઉ દેસંતર કોઈ ન બતાવૈ, જોગિયા બહુરિ ગુફા નહિ આવૈ - ૨
જરિ ગૌ કંથા ધજા ટૂટી, ભજિ ગૌ દંડ ખપર ગૌ ફૂટી - ૩
કહંહિ કબીર ઈ કાલિ હૈ ખોટી, જો રહૈ કરવા નિકરૈ ટોટી - ૪
સમજૂતી
વેષધારી યોગીનો વિષયી જીવ સંસારરૂપી નગરમાં ફરીથી ચાલ્યો ગયો અને માતાના ગર્ભમાં પાંચ નાડીઓ રૂપી નારીની સાથે (ગુપ્તપણે) સમાય ગયો ! - ૧
તે જીવ કયા પ્રદેશમાં કઈ રીતે જાય છે તે કોઈ બતાવી શકતું નથી. એટલે સાચું છે કે શરીર છોડીને તે જાય છે તે જ શરીરમાં ફરીવાર કદી આવતો નથી. - ૨
પ્રાણ નીકળતાની સાથે જ સ્મશાનમાં સ્થૂળ શરીર રૂપી કંથા મળીને ભસ્મ થઈ જાય છે, શ્વાસ રૂપી ધ્વજા તૂટી જાય છે ને મેરુદંડ અને ખોપરી તો ફૂટી જાય છે ! - ૩
કબીર કહે છે કે કળીયુગમાં વિષયવાસનાની ટેવ બહુ જ ખરાબ છે. કૂવામાં હોય તે જ હવાડામાં આવે ને ! (અર્થાત્ જીવને વાસના અનુસાર ગતિ મળે છે !) - ૪
Add comment