Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જોગિયા કે નગર બસો મતિ કોય, જો રે બસૈ સો જોગિયા હોય  - ૧

ગયઉ દેસંતર કોઈ ન બતાવૈ, જોગિયા બહુરિ ગુફા નહિ આવૈ  - ૨

જરિ ગૌ કંથા ધજા ટૂટી, ભજિ ગૌ દંડ ખપર ગૌ ફૂટી  - ૩

કહંહિ કબીર ઈ કલિ હૈ ખોટી, જો રહૈ કરવા નિકરૈ ટોટી  - ૪

સમજૂતી

વેષધારી ડૂબેલા વેષધારી યોગી લોકોના વાસમાં જઈને રહેશો નહીં !  જો રહેશો તો તેના જેવા જ બની જવાશે !  - ૧

ત લોકો અવળું જ્ઞાન ધરાવે છે એટલું જ નહીં પણ તે જ્ઞાન દંભ તથા અહંકારથી મેલું બનેલું હોય છે તેથી સત્યના મ્યાનમાં સમાય શકતું નથી !  - ૨

સ્થૂળ શરીર રૂપી કંથા તો પ્રગટ હોવાથી દેખી શકાય છે પણ જીવ નિરાકાર હોવાથી પ્રગટ થતો નથી માટે ગુપ્તપણે રહે છે.  - ૩

તે દંભી યોગીઓની ચાલબાજી જે જાણી જાય છે તે આતમરામમાં પોતાના મનને મગ્ન કરી દે છે અને ત્રણે ભુવનનું જ્ઞાન પ્રગટ કરી લે છે.  - ૪

કબીર કહે છે કે જે આ (આત્માની) અમૃતવેલીનું ઔષધ ખૂબ ઘોળી ઘોળીને પીવે છે તે જુગ જુગ સુધી જીવે છે ને અમર બને  છે.  - ૫

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,259
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,605
pdf-2અનંત સૂર | Anant Soor 9,255
pdf-3Amar Varso | અમર વારસો 7,454
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,082