કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ચાત્રિક, કહા પુકારૌ દૂરી, સો જલ જગત રહા ભરપૂરી ! - ૧
જેહિ જલ નાદ બિંદુકા ભેદા, ષટ કર્મ સહિત ઉપાને બેદા - ૨
જેહિ જલ જીવ સીવકા બાસા, સો જલ ઘરની અમર પરગાસા - ૩
જેહિ જલ ઉપજલ સકલ સરીરા, સો જલ ભેદ ન જાને કબીરા - ૪
સમજૂતી
હે ચાતક પક્ષી રૂપી જીવ, તું શા માટે પરમાત્મારૂપી પાણીને સમજીને પોકાર કર્યા કરે છે ? - ૧
તે તો તારાથી સૌથી નજીક છે કે જેમાં પ્રાણ રૂપી નાદ અને શરીર રૂપી બિંદુનું રહસ્ય છૂપાયલું છે તે તારા ચેતનસ્વરૂપ રૂપી જલ પીને તૃપ્ત થા. તેની શક્તિથી જ ષટકર્મો પણ થાય છે અને તેની શક્તિથી જ વેદો પણ નિર્માણ થયા છે. - ૨
તે જ ચૈતન્ય સ્વરૂપ રૂપી સ્વાતિજલમાં જીવ અને શિવનો વાસ છે અને તે પૃથ્વી અને આકાશમાં સ્વર્યભૂ પ્રકાશિત છે. - ૩
તે જ ચૈતન્ય સ્વરૂપ રૂપી જલમાંથી જ સમગ્ર જગતના શરીરો નિર્માણ થયા છે તેનું રહસ્ય કબીર વિના કોઈ જાણતું નથી. - ૪
Add comment