કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અપન પૌ આપુહી બિસરો - ૧
જૈસે સુનહા કાંચ મંદિલમંહ, ભરમતે ભૂંકિ મરો - ૨
જૌં કેહરિ બપુ નિરખે કૂપજલ, પ્રતિમા દેખિ પરો - ૩
વૈસે હી ગજ ફટિક સિલા પર, દસનન આનિઅરો - ૪
મરકટ મૂંઠિ સ્વાદ નહિ બિહુરૈ, ઘર ઘર રટત ફિરો - ૫
કહંહિ કબીર લલની કે સુગના, તોહિ કવને પકરો - ૬
સમજૂતી
હે જીવ ! તું તારી જાતે તારું પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. - ૧
જેવી રીતે કૂતરો કાચના મંદિરમાં પોતાના અનેક પ્રતિબિંબો જોઈને તેને કૂતરા સમજીને ભૂંકી ભૂંકીને મરી જાય છે તેમ (તું ભ્રમણામાં જન્મમરણના ફેરામાં અટવાય છે.) - ૨
જેવી રીતે સિંહ કૂવાના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને તેને દુશ્મની માની કૂવામાં કૂદી પડે છે તેમ (તું ભ્રમણાથી બીજાને દુશ્મન માની ઝઘડ્યા કરે છે.) - ૩
તે જ પ્રમાણે હાથી ચળકતા સ્ફટિકન પથ્થર પાસે આવીને તેમાં દેખાતા પોતાના પ્રતિબિંબને પોતાનો હરીફ હાથી છે એમ માનીને સાંકડા ઘડામાંથી પોતાની મૂઠી છોડતો નથી પરિણામ કલંદરની સાથે ઘરે ઘરે તેને ફરવું પડે છે તેમ (તું પણ વિષયવાસનાના લોભે સંસારથી મુક્ત થઈ શકતો નથી ને પરિણામે ચોર્યાસી લાખ યોનીઓમાં ભટકે છે.) - ૫
તેથી કબીર કહે છે કે નળીને પકડીને બેઠેલા પોપટ, તને કોણ પકડી રહ્યું છે ? - ૬
ટિપ્પણી
આ પદ થોડા ફેરફાર સાથે સૂરસાગર ગ્રંથમાં મળી આવે છે. સૂરદાસે લખ્યું હોય તેવું કેવી રીતે માની શકાય ? સૂરદાસ તો કબીર સાહેબ પછી થયા. વળી બીજકના રચના સૂરસાગર ગ્રંથ કરતાં પહેલાં થયેલી ગણાય. એટલે બીજકના આ પદમાં થોડો ફેરફાર કરી કોઈ ભક્તે સૂરદાસને નામે પદ લખી નાખ્યું હશે એવું અનુમાન કરી શકાય.
Add comment