કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કહુ કો અમર કાસોં લાગા, ચેતનિહારે ચેતુ સુભાગા - ૧
અમર મધ્યે દીસૈ તારા, એક ચેતૈ દજે ચેતનહારા - ૨
જો ખોજહુ સો ઉહવાં નાહીં, સો તો આદિ અમરપદ માહીં - ૩
કહંહિ કબીર પદ બૂઝૈ સોઈ, મુખ હૃદયા જા કે એકૈ હોઈ - ૪
સમજૂતી
હે અવિનાશી જીવ ! તું કહે તો ખરો કે કોની પાછળ ભટકી રહ્યો છે ? ચૈતન્ય સ્વરૂપ તું ચેત તો તારું ભાગ્ય ખૂલી જશે. - ૧
આકાશમાં તારાઓ દેખાય છે તેમ તારામાં સર્વ કાંઈ છે. તું ચેતવાવાળો છે તો બીજો ચેતાવવાવાળો છે એટલું જ ! - ૨
જે સુખ તું શોધે છે તે અહીં (નાશવંત પદાર્થોમાં) નથી. તે તો બને (અવિનાશી આત્મતત્વ રૂપ) અમર પદમાં જ મળશે. - ૩
માટે કબીર કહે છે કે અમર પદ તે જ પ્રાપ્ત કરી શકશે કે જે વિચારને આચાર વચ્ચે એરૂપતા સ્થાપી શકશે ! - ૪
Add comment