કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
શબ્દ કરિ લે આપુ નિબેરા
આપુ જિયત લખુ આપુ ઠવર કરુ, મુયે કહાં ઘર તેરા ? - ૧
યહિ અવસર નહિ ચેતહુ પ્રાની, અંત કોઈ નહિ તેરા
કહંહિ કબીર સુનહુ હો સંતો, કઠિન કાલકા ઘેરા - ૨
સમજૂતી
હે (બંધનમાં ફસાયેલા) જીવ, તું તારો છૂટકારો તારી જાતે જ કરી લે ! જીવે છે ત્યાં સુધી તારી જાતને સમજી લે ! તારું સ્થાન તારી જાતે બનાવી લે ! મર્યા પછી તો તારું કોઈ ઠેકાણું રહેશે નહિ. - ૧
જો તું આ અવસરે ચેતશે નહીં તો હે જીવ, તારું અંતકાળે તો કોઈ રક્ષણ કરશે નહિ ! તેથી કબીર કહે છે કે સંતજનો સાંભળો ને વિચારો કે કામનું આ બંધન ભયંકર છે. - ૨
Add comment