Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ભૂલા બે અહમક નાદના, તુમ હરદમ રામહિ ન જાના  - ૧

બરબસ આનિ કે ગાય પછારિન, ગરા કાટિ જિવ આપ લિયા
જીયત જી મુરદા કરિ ડારા, તિસ કો કહત હલાલ હુઆ  - ૨

જાહિ માસુંકો પાક કહત હો, તાકી તપતિ સુનુ ભાઈ
રજ બીરજ સોં માંસુ ઉપાની માંસુ નપાકી તુમ ખાઈ  - ૩

અપના દોષ કહન નહિ અહમક, કહત હમારે બડન કિયા
ઉસકી ખૂન તુમ્હારી ગરદન, જિન તુમ કો ઉપદેશ દિયા  - ૪

સ્યાહી ગાઈ સફેદી આઈ, દિલ સફેદ અજહું ન હુઆ
રોજા  બંગ નિમાજ કા કીજૈ, હુજરે ભીતર પૈઠિ મુઆ  - ૫

પંડિત બેદ પુરાન પઢત હૈ, મૌલા પઢહિં કુરાના
કહંહિ કબીર દોઉ ગયે નરકમેં, હરદમ રામહિ ન જાના  - ૬

સમજૂતી

હે મૂર્ખ નાદાન જીવ તું ભ્રમમાં ભૂલે છે ને હમેશ રમતત્વને જાણી શકતો નથી !  - ૧

તું બળજબરીથી ગાયને પછાડી દે છે અને તેનું ગળું કાપી તેનો જાન લઈ લે છે. જીવતા જીવને મારી નાંખીને તું હલાલ (પવિત્ર) થયેલું માને છે એ જ તારો ભ્રમ છે !  - ૨

હે ભાઈઓ, જે માંસને તમે પવિત્ર થયેલું માનો છો તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે તો સાંભળો !  રજવીર્યથી તે તો ઉત્પન્ન થાય છે તેથી તે અપવિત્ર ગણાય છે તેને તને ખાવો છો ?  - ૩

હે મૂર્ખ, પોતાની ભૂલ થઈ છે તે કબૂલતો નથી અને સામેથી કહે છે કે અમારા વડીલો કરતા આવ્યા છે !  સાંભળ, જેણે તમને ઉપદેશ આપ્યો છે તેની છરીથી તમારું ખૂન જ કર્યું છે.  - ૪

વાળ કાળા હતા તે સફેદ થયા છતાં તારું હૃદય સફેદ પવિત્ર થયું જ નહીં !  રોજા રાખે, બાંગ પુકારે ને નિમાજ પઢે તેથી શું ?  ખરેખર તો તું મસ્જીદની કોઠરીમાં પેસીને મરી જ ગયો કહેવાય !  - ૫

પંડિત વેદને પુરાણો વાંચે છે ને મૌલાના કુરાન પઢે છે પરંતુ કબીર કહે છે કે તેઓ બંને નરકમાં જાય છે કારણ કે રામતત્વને તેઓ જાણતા નથી.  - ૬

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,259
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,605
pdf-2અનંત સૂર | Anant Soor 9,255
pdf-3Amar Varso | અમર વારસો 7,454
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,082