કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સાવજ ન હોય ભાઈ, સાવજ ન હોઈ, વાકી માસુ ભખૈ સતી કોય - ૧
સાવજ એક સકલ સંસારા, અવિગતિ વાકી બાતા
પેટ ફારિ જો દેખિયે રે ભાઈ, આહિ કરેજ ન આતા - ૨
ઐસી વાકી માસુ રે ભાઈ, પલ પલ માસુ બિકાઈ
હાડ ગાડ લે ધૂર પવારૈ, આગિ ધૂંવા નહિ ખાઈ - ૩
સીર સીંગ કછુ નહિ વાકે, પૂંછ કહાં વૈ પાવૈ
સભ પંડિત મિલિ ધંધે પરિયા, કબિરા બનૌરી ગાવૈ - ૪
સમજૂતી
હે ભાઈઓ, જેનું માંસ બધા જ ખાય છે એવું એ મૃગ નથી ! - ૧
સમગ્ર સંસારમાં મન રૂપી એક મૃગ અહીં તહીં ઘૂમી રહ્યું છે જેની ગતિવિધિ કોઈ જાણતું જ નથી. તેનું પેટ ચીરીને તપાસવામાં આવે તો તેને કલેજુ પણ નથી કે આંતરડું પણ નથી ! - ૨
છતાં પણ હે ભાઈઓ, એનું માંસ એવા પ્રકારનું છે કે હર પણ તે પ્રત્યેક જગ્યાએ વેચાય છે. તેના હાડકાં પાંસળા તો ઉકરડામાં નાંખી દેવામાં આવે છે અને અગ્નિ અને ધૂમાડો તેનું માંસ સહન કરી શકતો નથી ! - ૩
તે મૃગને નથી શીંગડું કે નથી માથું કે બીજું કોઈપણ અંગ નથી તો પછી પૂછડું તો હોય જ ક્યાંથી ? છતાં બધાં પંડિત લોકો તેને પકડવાની મિથ્યા પ્રવૃત્તિના ધંધામાં પડયા છે. કબીર તેનો મર્મ જાણી ગયા છે તેથી મંગલ ગીત ગાય છે. - ૪
Add comment