Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સુભાગે કાહિ કારન લોભ લાગે, રતન જન્મ ખોયો
પુરબ જન્મ ભૂમિ કારન, બીજ કાહે કો બોયો ? - ૧

બૂંદસે જિનિ પિંડ સજાયો, અગિનિ કુંડ રહાયા
દસૈ માસ માતા કે ગરભે, બહુરિ લાગલ માયા - ૨

બારહ તે પુનિ બિરધ, હુઆ હૈ, હોનિ રહા સો હૂવા
જબ જમુ ઐ હૈં બાંધિ ચલૈ હૈં, નેન ભરી ભરી રોયા - ૩

જીવનકી જનિ રાખહુ આસા, કાલ ધરે હૈં હંસા
બાજી હૈ સંસાર કબીરા, ચિત ચેતિ ઢાર પાંસા - ૪

સમજૂતી

હે સદભાગી જીવ, તું કયા કારણ સાર સાંસારિક વિષયોના પ્રલોભનમાં પડી રત્ન સમાન માનવ જન્મ બરબાદ કરી રહ્યો છે ?  પૂર્વ જન્મનું વાસનાબીજ આ જન્મમાં પણ શા માટે વાવી રહ્યો છે ? - ૧

તે વાસના બીજથી જ રજવીર્યના બુંદ દ્વારા સ્થૂળ દેહનું બંધારણ થયું અને માતાના ગર્ભમાં અગ્નિથી દસ માસ સુધી પરિપકવ બની તેં જન્મ ધારણ કર્યા છતાં પણ ફરીથી તે જ વાસનાના મોહમાં ફસાયો ? - ૨

બાહર આવીને તું બાળકમાંથી યુવાન થયો ને પછી વૃદ્ધ થયો અને પરિણામ તો જે આવવાનું હતું તે જ આવ્યું - બંધન ! જ્યારે જમ આવશે ત્યારે તને બાંધીને લઈ જશે ત્યારે તું આંસુ ભરી ભરીને રોશે ! - ૩

આ જીવનની લાંબી આશા રાખવી નહિ કારણ કે શ્વાસ રૂપી દોરી પકડીને કાળ તને નિરંતર ખેંચી રહ્યો છે. કબીર કહે છે કે આ સંસાર તો જુગારનો ખેલ છે તેથી હે જીવ, સમજી સમજીને પાંસા ફેંક - ૪

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,259
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,605
pdf-2અનંત સૂર | Anant Soor 9,255
pdf-3Amar Varso | અમર વારસો 7,454
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,082