કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સંત મહંતો સુમિરહુ સોઈ, કાલ ફાંસ સોં બાચા હોઈ - ૧
દાતાત્રેય મરમ નહિ જાના, મિથ્યા સ્વાદ ભુલાના
સલિતા મથિકે ધૃતકો કાઢિન, તાહિ સમાધિ સમાના  - ૨
ગોરખ પવન રાખિ નહિ જાના, જોગ જુગતિ અનુમાના
રિધિ સિધિ સંજમ બહુતેરે, પાર બ્રહ્મ નહિ જાના  - ૩
વસિષ્ટ સિષ્ટ વિદ્યા સંપૂરન, રામ ઐસે સિખ સખા
જાહિ રામકો કરતા કહિયે, તિનહુ કો કાલ ન ખાયા  - ૪
હિન્દુ કહૈ હમહિ લે જારબ, તુરુક કહૈ હમારે પીર
દોનૌ આય દીનમેં ઝઘરે, ઢાઢે દેખૈં હંસ કબીર  - ૫
સમજૂતી
હે સંતમહંતો ! જે કાળના બંધનથી મુક્ત છે તેનું જ માત્ર સ્મરણ કરો ! - ૧
શરૂઆતમાં દત્તાત્રેયે પણ તેનો મર્મ જાણ્યો નહીં અને સગુણની ભક્તિના મોહમાં ફસાયા. પાણી વલોવીને માખણ કાઢવાની વૃથા મહેનત કરી મૃત્યુ કરી સમાધિમાં સમાય ગયા. - ૨
યોગી ગોયરખનાથે પ્રાણનો નિરોધ કરવા અનેક પ્રકારની યોગ યુક્તિઓને અનુમાનો વડે મહેનત કરી હતી પણ સફળ થયા નહોતા. તેમણે સંયમ સ્થાપીને અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી હતી પણ શુદ્ધ આત્મસ્વરૂપ રૂપી પારબ્રહ્મને પામી શક્યા નહોતા ! - ૩
વસિષ્ટ શ્રેષ્ઠ વિદ્યાના જાણકાર હતા ને રામ જેવા જેના શિષ્યો હતા. જે રામને જગતના કરતા તરીકે ઓળખવામાં આવે છે તે પણ કાળને આધીન થઈ ગયા ! - ૪
હિન્દુ કહે છે કે મૃત શરીરને અમે સ્મશાનમાં જલાવીશું તે મુસલમાન કહે છે કે અમે તો પીર માનીને જમીનમાં દાટીશું. બંને આ રીતે આપસમાં ઝઘડયા કરે છે પણ કબીર જેવા વિવેકી જીવ તેને તટસ્થ પણે નીરખી આત્મકલ્યાણ તરફ આગળ વધે છે. - ૫
 
																										
				
Add comment