કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કહહુ નિરંજન કવને બાની
હાથ પાંવ મુખ સ્રવન જીભિ નહિ, કા કહિ જપહુ હો પ્રાની  - ૧
જોતિ હિ જોતિ જોતિ જો કહિયે, જોતિ કવન સહિદાની
જોતિ હિ જોતિ જોતિ દૈ મારૈ, તબ કહાં જોતિ સમાની  - ૨
ચારિ બેદ બ્રહ્મા જો કહિયા, તિનહુ ન યહ ગતિ જાની
કહંહિ કબીર સુનહુ હો સંતો, બૂઝહુ પંડિત જ્ઞાની  - ૩
સમજૂતી
હે ભાઈઓ, તમે કહો તો ખરા કે (નિર્ગુણ નિરાકાર ગણાતા) નિરંજનની સ્તુતિ કઈ વાણીથી કરો છો ? તેને નથી હાથ, પગ, મોઢું, જીભ ને કાન તો તેનું કયું નામ બોલી જપ કરી રહ્યા છો ? - ૧
તમે જ્યોતિથી જ્યોતિ કહો છો તો તે જ્યોતિની કોઈ નિશાની તો હશે ને ? પ્રલયકાળે તે સર્વનો નાશ કરશે ત્યારે બીજી જ્યોતિઓ ક્યાં સમાશે ? - ૨
બ્રહ્મા સર્વ વેદોના વ્યાખ્યાતા ગણાય છે પરંતુ તેમણે પણ તે નિરંજનની ગતિવિધિ જાણી નથી. તેથી કબીર કહે છે કે સંતો, પંડિતો ને જ્ઞાનીઓ સાંભળો, તે નિરંજન કોણ છે તે બરાબર સમજો ! - ૩
 
																										
				
Add comment