કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કાકો રોઉં ગયલ બહુતેરા, બહુતક મુવલ ફિરલ નહિ ફેરા - ૧
જબ હમ રોયા તબ તુમ ન સમ્હારા, ગર્ભ બાતકી બાત બિસારા - ૨
અબ તૈં રોયા કા તૈં પાયા, કેહિ કારન તૈં મોહિ રુવાયા - ૩
કહંહિ કબીર સુનહુ નર લોઈ, કાલકે બસી પરૈ મતિ કોઈ - ૪
સમજૂતી
મારે કોને કોને રોવું ? સંબંધી તો ઘણા બધા ચાલ્યા ગયા ! મૃત્યુ પામીને ઘણા બધા ગયા પણ પાછા ફરીને કોઈ આવ્યું નથી ! - ૧
જ્યારે મેં તને રડી રડીને સમજાવ્યું હતું ત્યારે તેં ચેતીને બાજી સુધારી નહિ ને ગર્ભવાસના દુઃખોને તો સાવ ભૂલી ગયો ! - ૨
હવે તું અંતકાળે રોઈ રહ્યો છે પણ તેથી શું વળે ? કયા કારણે તેં મને પણ દુઃખી કર્યો ? - ૩
કબીર કહે છે કે હે નરનારીઓ સાંભળો (ને વિચારો કે) કાળના બંધનમાં કોઈ પડશો નહિ. - ૪
 
																										
				
Add comment